હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીનગરમાં ૩૬મી અર્હમ એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ
રાષ્ટ્સંત પૂ.નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાઃ પૂ. વિનમ્રમુનિ મ.સા.ની નિશ્રા

ગાંધીનગર, તા.૨૦: ‘‘એક પણ અબોલ જીવ અસમાધિમાં ન રહ''ラ આવી સંકલ્પબદ્ધ કરુણાભાવનાથી પ્રેરિત રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી કાર્યરત અર્હમ એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ પ્રારંભ થયો છે.
પૂજ્ય પરમ વિનમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યમાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, સેક્ટર-૨૨, ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે તથા ધવલભાઈ દવે સહિતના રાજકીય અગ્રણીઓના હસ્તે અર્હમ એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.
લાઈવ માધ્યમ દ્વારા બોધવચન આપતાં પરમ ગુરુદેવે જણાવ્યું હતું કે, હૃદયમાં સંકલ્પ અને પુરૂષાર્થ જાગે તો અનેક જીવોને શાંતિ, સમાધિ અને પ્રસન્નતા આપી શકાય. મનુષ્ય માટે દોડતી એમ્બ્યુલન્સ જેટલી જરૂરી છે, એટલી જ જરૂરી અબોલ જીવો માટેની એનિમલ એમ્બ્યુલન્સ છે.
અર્હમ યુવા સેવા ગ્રુપ તથા ગાંધીનગર જૈન યુવા સેવા ગ્રુપના યુવાનો દ્વારા આ એમ્બ્યુલન્સનું સંચાલન કરવામાં આવશે. સાથે જ અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઠંડીથી બચાવ માટે ડોગ હાઉસનું વિતરણ કરવામાં આવ્યું હતું









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
