<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

દાંત સાફ કરવા જતા મહિલા ગળી ગઇ સેફટીપીનઃ અન્‍નનળીમાં અટવાઇ

ડોકટરોએ મહામહેનતે બહાર કાઢી જીવ બચાવ્‍યો

અમદાવાદઃ શહેરની  સિવિલ હોસ્‍પિટલના ડૉક્‍ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્‍યું છે. દાંત સાફ કરતા ખેંચ આવતા સેફ્‌ટી પીન ગળી જતા અન્ન નળીમાં ભરાઈ ગઈ સિવિલના ઈએનટી વિભાગના ડોક્‍ટરોએ મહા મહેનતે બહાર કાઢી દર્દીનો જીવ બચાવ્‍યો. અચાનક ખેંચ આવતા સેફટી પીન ગળી ગયા હતા.

સિવિલ હોસ્‍પિટલના ઈએનટી વિભાગન દર્દી પાસેથી હિસ્‍ટ્રી જાણતા માલૂમ પડ્‍યું, કે દર્દી ખેંચની બીમારીથી પીડિત હતું. આશરે ૨૦ દિવસ પહેલા સેફટી પીન વડે દાંત સાફ કરતી વખતે અચાનક ખેંચ આવતા સેફટી પીન ગળી ગયા હતા. દર્દીનો એક્‍સરે કરાવતા દર્દીના C-7 અને T-1 મણકા ના લેવલે અન્નનળીમાં સેફ્‌ટી પીન ફસાઈ હોવાનું અમને દેખાયું હતું.

તેઓએ આગળ કહ્યું કે, સેફટી પીન ગળામાં ફસાઈ જવાથી આંતરિક ઇજાનો ગંભીર ખતરો હતો અને વિલંબ જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું.

તારીખ ૧૬ જાન્‍યુઆરીના રોજ સિવિલના ઈએનટી વિભાગના વડા ડોક્‍ટર ઇલા ઉપાધ્‍યાય તેમજ એને સ્‍થસિયા વિભાગના ડો. ભાવના રાવલની ટીમ દ્વારા મહામહેનતે ઈસોફેગોકોપી કરી સફળતાપૂર્વક અન્નનળીના બીજા કોઈ પણ ભાગને ઈજા થયા વગર સેફટી પીન મહિલાના શરીરમાંથી બહાર કાઢવામાં આવી હતી.

(3:52 PM IST)