News of Tuesday, 20th January 2026
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કોર્પોરેટર આશિષ જોષીનો દિવાળી પર 65 લાખ રૂપિયાના ખર્ચે આયોજિત લાઇવ કોન્સર્ટના ખર્ચમાં ગરબડ અને કૌભાંડનો આરોપ
લાઇવ કોન્સર્ટ પાછળ 65 લાખ રૂપિયાનો જંગી ખર્ચ કેવી રીતે કરવામાં આવ્યો? આ મુદ્દે સવાલ પૂછતા જ મનપા કમિશનર અને આશિષ જોષી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ

વડોદરા તા.૨૦
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગઈકાલે મળેલી સામાન્ય સભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સભામાં કોર્પોરેટર આશિષ જોષીએ દિવાળી પર 65 લાખ રૂપિયાના ખર્ચે આયોજિત લાઇવ કોન્સર્ટના ખર્ચમાં ગરબડ અને કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.
કોર્પોરેશને Y M હોસ્પિટાલિટી કંપનીને કામ આપ્યું હતું, પરંતુ બિલમાં ગરબડ લાગતા ઓડિટ વિભાગે હજુ સુધી બિલ મંજૂર કર્યું નથી. કોર્પોરેટર આશિષ જોષીએ સવાલ ઉઠાવ્યો હતો કે દિવાળી પર માત્ર એક રાતના લાઇવ કોન્સર્ટ પાછળ 65 લાખ રૂપિયાનો જંગી ખર્ચ કેવી રીતે કરવામાં આવ્યો? આ મુદ્દે સવાલ પૂછતા જ મનપા કમિશનર અને આશિષ જોષી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આશિષ જોષીએ આ ઇવેન્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે વિગતો આપતાં કહ્યું કે ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસ માટે 9 લાખ, જનરેટર ભાડું 6 લાખ, ખુરશી-સોફા 1.76 લાખ, કાર્પેટ 88 હજાર, સ્ટેજ-લાઇટિંગ 26 લાખ અને પરચૂરણ ખર્ચ 5 લાખથી વધુ બતાવવામાં આવ્યા છે. આશિષ જોષીએ આને કૌભાંડ ગણાવીને મનપા કમિશનર સાથે ઉગ્ર બોલાચાલી કરી. વિવાદ વધતા મેયરને સભા મુલતવી રાખવી પડી.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
