News of Tuesday, 20th January 2026
અમદાવાદના વેજલપુર અને જુહાપુરા વિસ્તારનો આરોપી અઝહર કીટલી અંતે પોલીસને હાથે લાગ્યો : ઝડપાયેલા આરોપી સામે એક બે નહીં પરંતુ માત્ર વેજલપુર પોલીસ સ્ટેશનમાં જ 21 ગુના : આરોપી પાસેથી 16 લાખની રોકડ ઉપરાંત સોનાનો મોબાઈલ મળી આવ્યો
પોલીસ પકડવા જાય ત્યારે જુહાપુરા જેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં રહેતો હોવાથી તથા વર્ચસ્વ ધરાવતો , અવાર નવાર અલગ અલગ જગ્યાએ રહેઠાણની જગ્યા બદલતો રહેતો હોય તેમજ મોબાઇલ ફોનનો પણ ઉપયોગ નહિવત કરતો હોય અને જાહેર જીવનથી દુર રહી પોતાનુ નેટવર્ક ખાનગી રાહે ચલાવતો

અમદાવાદ તા.૨૦
શહેર વેજલપુર અને જુહાપુરા વિસ્તારનો આરોપી અઝહર કીટલી અંતે પોલીસને હાથે લાગ્યો છે. આરોપી અઝહર કીટલી પોતે કેટલી ગેંગનો શાતિર છે. પોલીસથી બચવા માટે હવાતિયા મારતો હતો, પરંતુ અંતે પોલીસે તેને પકડી પાડ્યો છે. ઝડપાયેલા આરોપી સામે એક બે નહીં પરંતુ માત્ર વેજલપુર પોલીસ સ્ટેશનમાં જ 21 ગુના નોંધાઈ ચૂક્યા છે અને ગુજસીટોકનો આરોપી છે. આરોપી વિરુદ્ધ ખંડણી હત્યાનો પ્રયાગ વગેરે જેવા ગુનાનો સમાવેશ થાય છે.
પાછલા કેટલાક સમયથી પોતાની કરતૂતોથી લોકોને હેરાન પરેશાન કરનાર આરોપી આખરે પોલીસની ગિરફ્તરમાં આવ્યો છે. ઝડપાયેલ આરોપી પાસેથી 16 લાખની રોકડ ઉપરાંત સોનાનો મોબાઈલ મળી આવ્યો છે. આરોપી અઝહર કીટલી પાછલા દોઢ વર્ષથી ફરાર હતો. અલગ અલગ ગુનામાં જેલ હવાલે થયા બાદ જામીન પર બહાર આવ્યો હતો. પરંતુ જામીનની શરતો ભંગ કરી હતી અને તેની કરતૂતો ચાલુ રાખી હતી. આરોપી અઝહરની સામે લોકો પાસેથી ખંડણી વસૂલવી હત્યાનો પ્રયાસ કરવો વગેરે જેવા ગંભીર પ્રકારના ગુના નોંધાયા હતા. જેથી આરોપીની ગંભીરતાને જોતા વેજલપુર પોલીસ અને ઝોન 7 એલસીબી પોલીસ આરોપીને પકડવા માટે કામે લાગી હતી જેના આધારે તેને જુહાપુરા વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યો.
પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપી અઝહર કીટલી સામે માત્ર વેજલપુર પોલીસ સ્ટેશનમાં જ 21 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. અઝહર કિટલી સામે ગુજસીટોકના ગુનામાં હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપી વોન્ટેડ હતો. હાલ પોલીસે આરોપી પાસેથી 16 લાખની રોકડ રકમ ઉપરાંત બે મોબાઈલ ફોન, સાઉદી અરેબીયા, યુ.એ.ઈ., ઇરાક, નેપાળ દેશની 51 ચલણી નોટ પણ જપ્ત કરી છે. આ મોબાઈલ ફોન પૈકી એક ફોન સોનાનો હોવાનો અનુમાન છે, જેથી રોકડ રકમ અને આ ફોન ક્યાંથી કેવી રીતે મળ્યો તે અંગે પણ તપાસ કરશે. આરોપી સ્થાનિકોને ડરાવી ધમકાવીને ખંડણી માંગતો હતો, આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયેલો છે. આરોપી પોલીસી બચવા માટે ભરૂચ અને ખેડા જિલ્લામાં નાસ્તો ફરતો રહેતો હતો. આરોપી પોલીસના હાથે ન લાગે તે માટે તેના ભાઈએ તેના માતા અને અન્ય પરિવારજનો પણ તેને મદદ કરતા હતા, જેથી પોલીસ તેમની સામે પણ તપાસ કરશે
પોલીસ પકડવા જાય ત્યારે જુહાપુરા જેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં રહેતો હોવાથી તથા વર્ચસ્વ ધરાવતો હતો . પોતે અવાર નવાર અલગ અલગ જગ્યાએ રહેઠાણની જગ્યા બદલતો રહેતો હોય તેમજ મોબાઇલ ફોનનો પણ ઉપયોગ નહિવત કરતો હોય અને જાહેર જીવનથી દુર રહી પોતાનુ નેટવર્ક ખાનગી રાહે ચલાવતો હતો..જોકે અંતે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીને પકડી પાડ્યો છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
