News of Tuesday, 20th January 2026
ડેડીયાપાડાના ટીડીઓના લગ્નજીવનમાં તિરાડ : પત્નીને મારઝૂડ કરી 50 લાખ દહેજ માંગ્યાનો પત્નીનો આરોપ
મેરેજબ્યુરોથી થયેલા લગ્નજીવનમાં રાજસ્થાનના રિવાજ કરી વારંવાર સોનાના ઘરેણાં અને રૂપિયાની માંગણી કરી સાસુ જોડે મારપીટ કરતી હોવાની ફરિયાદ

( ભરત શાહ દ્વારા )નર્મદા :ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. આ વખતે પોતાના જ લગ્ન જીવનને લઈને મુશ્કેલીમાં મુકાયા હોય બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઇ રહ્યા છે. તાજેતરમાં પતિ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી કે પતિ જગદીશ સોની તેને માર મારી 50 લાખ રૂપિયા પિયરથી લઇ આવ એવી માંગણી કરે છે. જયારે ટીડીઓ જગદીશ સોનીના લગ્ન બાદ રાજસ્થાનના રિવાજો સામે મૂકી વારંવાર પિયર જવું અને રોકડ રૂપિયા, સોનાના ઘરેણાં પરણિતા પર ચડાવવાના હોય એવી વારંવાર માંગણી કરતી અને ઘરમાં કોઈ પણ કામગીરીના કરી સાસુને માર મારતી હોવાની ફરિયાદ ચાર મહિના પહેલા સાસુ જશોદાબેન દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર એક ખાનગી મેરેજ બ્યુરોના માધ્યમથી ટીડીઓ ડેડીયાપાડા જગદીશ સોનીના લગ્ન રાજસ્થાનની પ્રિયંકા સાથે મુલાકાત થઇ અને બે પરિવારને અનુકૂળ આવતા જૂન 2025માં લગ્ન થયા શરૂઆતમાં લગ્નઃ જીવન સારું ચાલ્યું બાદમાં બંને પરિવારોના અલગ રિવાજો અને કામગીરીને લઈને ખટરાગ ઉભો થયો કે આજે પત્નીએ પોતાના પતિ સામે મારઝૂડ કરી માનસિક શારીરિક ત્રાસ આપી અને 50 લાખ રૂપિયા દહેજની માંગણી કરી હોવાની ગંભીર આક્ષેપો કરી રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જોકે પોલીસે ફરિયાદને આધારે તપાસ કરતા પોલીસે જોયું કે જે પરણિતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેની સામે તેની સાસુ જસોદાબેને 21 ઓક્ટોબર 25 ના રોજ લેખિત ફરિયાદ આપી છે અને જેમાં અનેક આક્ષેપો સાસુએ પોતાની પુત્રવધુ પર કર્યા છે, જેમાં અવારનવાર પિયરે જવું, રાજસ્થાનના રિવાજો પ્રમાણે ઘરેણાં, કપડાં અને રોકડ રૂપિયાની માંગણી કરાવી, પોસ્ટ અને બેન્કના હપ્તા ભરાવવાથી લઈને કામગીરી કોઈ સોંપે તો સાસુને માનસિક ત્રાસ આપવા સહીતના આક્ષેપો થયેલા હોય પોલીસે હાલ બંને પક્ષે તપાસ હાથ ધરી છે. બંને માંથી સાચું કોણ એ હવે પોલીસ તપાસ માં ખબર પડશે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
