News of Tuesday, 20th January 2026
રાજપીપલામાં સ્વચ્છતા, સિંગલયુઝ પ્લાસ્ટિકના ચેકિંગમાં અત્યાર સુધી 20 હજારનો દંડ ફટકારતા ફફડાટ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સ્વચ્છતા અને સિંગલયુઝ પ્લાસ્ટિકની ઝુંબેશ હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે નગરપાલિકા સેનેટરી વિભાગની ટીમ દ્વારા નગરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં અને ખાણી પીણીની લારીઓ પર સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ તેમજ સ્વચ્છતા નહીં રાખતા વેપારીઓ પાસેથી અત્યાર સુધી રૂા.૨૦,૦૦૦ જેટલાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
રાજપીપલા નગરપાલિકા દ્વારા રાજપીપલા નગર સ્વચ્છ રહે એ માટે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સેનેટરી વિભાગની ટીમ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો અને ખાણીપીણીની લારીઓ પર સ્વચ્છતાનું અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ચેકિંગ હાથ ધરાયું હતું. જે જે વેપારીઓ પોતાની લારી ગલ્લા અને દુકાન પાસે કચરાપેટી રાખતા નથી તેઓને ફરજિયાત કચરો કચરાપેટીમાં નાખવાની સૂચના આપવામાં આવી અને જેઓ કચરો ફેલાવી ગંદકી કરે છે અને જે વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે એવા વેપારીઓ પાસેથી દંડનીય કાર્યવાહી કરી અત્યાર સુધી કુલ. રૂા.૨૦,૦૦૦ જેટલાનો દંડ વસૂલ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
