<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

સુરત સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા :212 કરોડ 87 લાખના સાયબર ફ્રોડ કેસમાં ચાર આરોપી ઝડપાયા

આરોપીઓ પાસેથી 154 બેંક એકાઉન્ટ મળ્યા :બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 212 કરોડ અને 87 લાખના આર્થિક વ્યવહારો મળ્યા :બેંક એકાઉન્ટ પર NCCRP પોર્ટલ પર 410 સાયબર ક્રાઇમની ફરિયાદ કરાઈ

સુરત સાયબર ક્રાઇમ સેલે, રૂપિયા 212 કરોડ 87 લાખનાના સાયબર ફ્રોડ કેસમાં ચારની ધરપકડ કરી છે. અંકિત પરી ગોરધન પરી ગોસ્વામી , ચેતન પ્રફુલભાઈ લીંબાણી, બિપિન અશોક સાવલિયા , અજય ગોરધનભાઈ ગૌસ્વામીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 154 બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 212 કરોડ અને 87 લાખના આર્થિક વ્યવહારો મળી આવ્યા હતા  જે બેંક એકાઉન્ટ પર NCCRP પોર્ટલ પર 410 સાયબર ક્રાઇમની ફરિયાદ કરાઈ હતી. જેમાં 40.54 કરોડ નું સાયબર ફ્રોડ.  અગાઉ અમરોલીમાંથી સમગ્ર રેકેટ ઝડપાયું હતું. પ્રવીણ ઝીલું ધાધલની ધરપકડ કરાઈ હતી.

 ત્રણ મોબાઈલ,12 ડેબિટ કાર્ડ,19 પાસબુક,132 ચેકબુક,11 સીમકાર્ડ,7 રબર સ્ટેમ્પ,1 સ્વાઇપ મશીન, 35 QR કોડ કબ્જે કરવામાં આવ્યા છે.   



 

(10:47 PM IST)