<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ગાંધીનગર-સોમનાથ ટ્રેનમાં હવે તમામ ડબ્‍બા નવા

મુસાફરોની સુવિધામાં વધારો કરતુ રેલ્‍વે તંત્રઃ ટ્રેન વહેલી સવારે સોમનાથ પહોંચે છે

ગાંધીનગર-સોમનાથ ટ્રેનના નવા ડબ્‍બાથી સોમનાથ દ્વારા સુવિધા મળતી રહેશે. તેમજ મુસાફરી કરતાને ખુબ જ આરામદાયક લાભ મળશે. (તસ્‍વીર :- નિમિષ ગણાત્રા, ગાંધીનગર)

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૧ :.. ભારત સરકારના રેલ્‍વે મંત્રાલય દ્વારા રાજયના કેપિટલ રેલ્‍વે સ્‍ટેશન દ્વારા નિયમીત ઉપડતી ગાંધીનગર સોમનાથ દ્વારા ફાસ્‍ટ ટ્રેન ઉપડે છે. આ ટ્રેનના ડબ્‍બા ખુબ જ જુના હતાં. રેલ્‍વે મંત્રાલય દ્વારા આ ટ્રેનમાં તમામ ડબ્‍બાઓને નવા ડબ્‍બા આપવામાં આવેલ છે. આ નવા ડબ્‍બા દ્વારા પ્રજાજનોને ખુબ જ સારી સુવિધા આપવામાં આવી છે.

આ નવા ડબ્‍બાઓ આપવાથી લોકોને સારી સુવિધા મળી છે. આ ટ્રેન સોમનાથ પ્રવાસ માટે ખુબ જ સારી છે. આ ટ્રેનમાં વિરમગામ, રાજકોટ, જેતપુરના મુલાકાતીઓને ખુબ જ સારી સુવિધા મળી છે. સોમનાથના દર્શન માટે ગાંધીનગર અને આજુબાજુના મુસાફરી કરતા લોકોને ખુબ જ સારી સુવિધા મળી છે.

આ ટ્રેન ગાંધીનગરથી રાત્રે ૯-૪૦ ઉપડે છે. અને સવારે પ વાગે સોમનાથ પહોંચે છે. આજ ટ્રેન સોમનાથથી ઉપડી સવારે છ વાગે ગાંધીનગર આવે છે. 

(1:12 PM IST)