હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગીર સોમનાથ જિલ્લાના ઉમરેઠીના ખેડૂત મહેશભાઈ નાઘેરાના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેતા આચાર્ય દેવવ્રતજી : બળદગાડું ચલાવ્યું; ખેતરમાં શેરડીની કાપણી કરી
ઉમરેઠી ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કરતા રાજ્યપાલ : ખેતરમાં આંબો, આંબાના મ્હોર, ખેતરમાં કરવામાં આવતા પ્રાકૃતિક કૃષિમાં જીવામૃતના છંટકાવ વગેરે વિશેની માહિતી મહેશભાઈ પાસેથી મેળવી

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૨૧ : ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમરેઠી ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત મહેશભાઈ અરજણભાઈ નાઘેરાના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી.
રાજ્યપાલશ્રી જાતે બળદગાડું ચલાવીને ખેતરમાં પહોંચ્યા હતાં. રાજ્યપાલશ્રીએ ખેતરમાં આંબો, આંબાના મ્હોર, ખેતરમાં કરવામાં આવતા પ્રાકૃતિક કૃષિમાં જીવામૃતના છંટકાવ વગેરે વિશેની માહિતી મહેશભાઈ પાસેથી મેળવવા સાથે ફાર્મમાં શેરડીની કાપણી પણ કરી હતી.
રાજ્યપાલશ્રીએ આંબા પર ટ્રેક્ટર દ્વારા પમ્પિંગ કરીને જીવામૃતના છંટકાવ સહિતની વ્યવસ્થાઓ જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ખેતરમાં ઉમરેઠી ગામના ખેડૂતો સમક્ષ જીવામૃતની બનાવટનું જીવંત નિદર્શન કરીને ખેડૂતોને પોતાના પાકમાં તેનાથી થતા ફાયદા વિશે જાણકારી આપી હતી.
રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક કૃષિ વચ્ચેનો તાત્વિક ભેદ બતાવીને આગામી સમયમાં જો નિરોગી અને સ્વસ્થ રહેવું હશે તો પ્રાકૃતિક કૃષિ સિવાય કોઈ આરો-ઓવારો નથી તેનું મહાત્મય સમજાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ મહેશભાઈ નાઘેરાના પરિવારજનોને મળીને તેમના ક્ષેમકુશળ પૂછ્યા હતા.
રાજ્યપાલશ્રીએ મોડેલ ફોર્મની મુલાકાત લેતા પહેલા ઉમરેઠી ખાતે આવેલી ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી.
રાજ્યપાલશ્રીની આ મુલાકાતમાં જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિનોદ જોશી, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર તેમજ ખેડૂતો અને ગ્રામજનો જોડાયાં હતાં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
