તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 21st January 2026
સુરત જિલ્લના બારડોલી તાલુકાના વાઘેચ ગામ પાસે પૂર્ણા નદી પર રેતી માફિયાઓએ બાંધ્યો ગેરકાયદે આડબંધ.
ખાણ-ખનીજ વિભાગ અને સિંચાઈ વિભાગની રહેમનજર હેઠળ માફિયાઓએ તંત્રના ડર વગર ચાલુ વર્ષે ફરીથી નદીના પટમાં પાળો બનાવી દીધો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના છેવાડાના વાઘેચ પાસે માફિયાઓએ નિયમો નેવે મૂકી, નદીના કુદરતી વહેણને અવરોધી આખેઆખો આડબંધ બનાવી દીધો છે.સુરત અને નવસારી જિલ્લાની સરહદ પર વહેતી પૂર્ણા નદી અત્યારે રેતી માફિયાઓના મનસ્વી વલણનો ભોગ બની રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે, નવસારી જિલ્લનાની પરમિટનો ઉપયોગ કરી સુરત જિલ્લા સીમમાં ઘૂસણખોરી કરી રેતી ઉલેચાય રહી હોવા છતાં બંને જિલ્લા સરકારી તંત્ર મૌન સેવી રહ્યું છે.આ બાબતે કાર્યવાહી કરવાનો આદેશ સુરત જિલ્લના બારડોલી મામલતદારે આપિયો છતાં કોઈ કાર્યવાહી નહિ ? નદીના કુદરતી વહેણને અવરોધી આખેઆખો આડબંધ હજુ જેમનોજેમ છે .?
સમર્ગ મામલો એવો કે નવસારી જિલ્લના કુરેલની સીમમાં રેતી ખનન માટે સરકાર ધ્વરા લીઝ ફાળવાય છે. જોકે,નવસારી જિલ્લના કુરેલ ગ્રામજનોએ ગામના રસ્તેથી રેતી માટે ટ્રકો પસાર થવા વિરોધ કરતા માફિયાઓએ નવો કીમિયો અપનાવ્યો છે.તેઓએ પૂર્ણા નદી વચ્ચે મોટો આડબંધ બનાવી દીધો, જેથી નવસારીમાં ખોદાયેલી રેતી નદી ઓળંગીને સુરત જિલ્લાના વાઘેચ ગામના રસ્તેથી ગેરકાયદે લઈને વેચાણ કરી રહ્યં છે . રેતી માફિયાઓએ નદીનો પ્રવાહ અવરોઘ ઉભો કરીને આડબંઘ બનાવ્યો છે આ બાબતે વારંવાર બેને જિલ્લના કલેકટર ફરિયાદ કરવા છતાં રેતી માફિયા વિરૂર્ઘ્ કાર્યવાહી નહિ થતા વાઘેચ ગામવાસી એ પૂર્ણા નદી વચ્ચે મોટો આડબંધ બનાવી દીધો તે બાબતે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઓન લાઈન ફરિયાદ કરવમાં આવી હતી છતાં સુરત કટેકટર કે નવસારી કલેકટર ધ્વરા રેતી માફિયા ના પૂર્ણા નદી વચ્ચે મોટો આડબંધ બનાવી દીધો તે તોડવા બાબતે કાર્યવાહી નહિ થતા ભારે વિરોઘ સરકારી તંત્ર થઇ રહયૉ છે .....?
સુરત જિલ્લાના સરકારી તંત્રની ઉદાસીનતા, જૂના આદેશની ઐસીતેસી.......
સુરત જિલ્લાના વાઘેચના માજી સરપંચ રંજનબેન દ્વારા આ મામલે લાંબા સમયથી લડત આપવામાં આવી રહી છે. ગત 10 જૂન 2024ના રોજ પણ આવો જ આડબંધ બાંધવામાં આવ્યો હતો, જેને તોડવા માટે મામલતદારે હુકમ કર્યો હતો. તેમ છતાં, ખાણ-ખનીજ વિભાગ અને સિંચાઈ વિભાગની રહેમનજર હેઠળ માફિયાઓએ તંત્રના ડર વગર ચાલુ વર્ષે ફરીથી નદીના પટમાં પાળો બનાવી દીધો છે.
સુરત જિલ્લના મામલતદાર, બારડોલી પૂર્ણા નદી વચ્ચે મોટો આડબંધ બાબતે કાર્યવાહી કરવાનો આદેશ .......પરંતુ લેખિક કે મૌખિત ......?
સુરત જિલ્લાના વાઘેચના રેતી માફિયા ના પૂર્ણા નદી વચ્ચે મોટો આડબંધ બનાવી દીધો તે બાબતે કાર્યવાહી કરવા ની સૂચના આપી દેવામાં આવી છે .....? અમે વાઘેચના માજી સરપંચ રંજનબેનની અરજીના આધારે સ્થળ તપાસ કરી છે. આ મામલે સિંચાઈ વિભાગને તાત્કાલિક સ્થળ વિઝિટ કરી કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. કલ્પના પટેલ, મામલતદાર, બારડોલી
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
