<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ગીતાજી અધ્‍યાત્‍મ શાસ્ત્ર અને શિક્ષાપત્રી સમાજ ઘડતરનું ઉત્તમ વ્‍યવહારિક શાસ્ત્ર

શુક્રવારે વસંતપંચમીએ શિક્ષાપત્રીને ર૦૦ વર્ષ પૂર્ણ

 

 

રાજકોટ, તા. ર૧ : શિક્ષાપત્રીના સર્જનહાર ભગવાન સ્‍વામિનારાયણે સંવત ૧૮૮૨ વસંત પંચમીના શુભ દિને તમામ વેદો, શાસ્ત્રો, પુરાણો , ઉપનિષદોના દોહનરૂપે શિક્ષાપત્રીનું પ્રકાશન  વડતાલ શ્રી સ્‍વામિનારાયણ મંદિરના હરિ મંડપમાં કરેલ છે. ભાષા ગિરવાણ સંસ્‍કળત અને અનુષ્ટુપ છંદમાં શિક્ષાપત્રીના કુલ ૨૧૨ લોકોનું સર્જન થયું. આ શિક્ષાપત્રીને આદેશપત્રી તરીકે સ્‍વામિનારાયણ સંપ્રદાયના બધા જ અનુયાયીઓ આદરપૂર્વક સ્‍વીકારી માથે ચઢાવે છે, નિત્‍ય પૂજા, વાંચન કરે છે.

 ધર્મ સદાચારનો માર્ગ જીવનમાં પકડી રાખવા, રોજબરોજના જીવનમાં ભગવાનની નજીક રહેવા માટેનાં નિત્‍ય આહનિક કર્મો ,સર્વ શાષાો અહિંસાને મોટો ધર્મ ગણાવે છે ત્‍યારે આપણે અહિંસા ધર્મ કેમ આચરવો, નૈતિકતા ને સદાચાર માટે કયા પ્રકારના કર્મ- વાણી-વિવેકની જરૂર છે, માણસ સામાજિક પ્રાણી છે અને તેમણે વ્‍યવસાય કરીને જીવન નિર્વાહ કરવાનો છે તો સામાજિક અને વ્‍યવસાયિક નીતિ કેવી રાખવી?, જીવ તરીકે આપણે વ્‍યવહારુ બનવું પડે છે તો રોજિંદા જીવનમાં માનવ જીવનનો વ્‍યવહાર કેવો હોવો જોઈએ?, અચાનક આપત્તિ આવે ત્‍યારે માણસ ચલિત થઈ જાય છે તો આપત્‍કાળમાં શું કરવું ?, આહાર શુદ્ધિ માટેના આચાર,  સધવા અને વિધવાસ્ત્રીઓના જીવન વ્‍યવહાર, ત્‍યાગીઓના વર્તન વ્‍યવહાર કેવા હોય, વારંવાર બોલાય છે કે જેવો સંગ તેવો રંગ, એ અંગે  ભગવાન સ્‍વામિનારાયણ કોનો સંગ ન કરવો તે સમજાવે છે. સ્‍વધર્મમાં નિષ્ઠા છતાં સર્વધર્મ પ્રત્‍યે આદરનું ચારિત્ર્ય ઘડવા પર ભાર મુકાયો છે, શિક્ષાપત્રીમાં.

તા. ૨૭-૨-૧૮૩૦ શનિવાર ફાગણ સુદ પાંચમને દિવસે રાજકોટમાં કોઠી કંપાઉન્‍ડમાં અંગ્રેજી ગવર્નર સર માલ્‍કમ સાથે ભગવાન શ્રી સ્‍વામિનારાયણનો મેળાપ થયેલો. એમણે ભગવાન સ્‍વામિનારાયણ પાસે શાષા માંગેલ તેમને શિક્ષાપત્રી આપવામાં આવેલ. આજે પણ એ જગ્‍યા રેલવે વિભાગમાં સુરક્ષિત છે.

રાજકોટના તત્‍કાલીન પોલિટિકલ એજન્‍ટ ડેવિડ એન્‍ડર્સન બ્‍લેનસાહેબે આ શિક્ષાપત્રી સાચવી રાખી હતી. એમના મળત્‍યુ બાદ એમના ભાઈ થોમસ લો બ્‍લેનસાહેબે આ શિક્ષાપત્રી ઑક્‍સફોર્ડ યુનિવર્સિટીને ભેટ આપી હતી. શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાનના સ્‍થાપક શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીએ તા. ૧૯-૯-૧૯૮૩, સોમવારેના તે શિક્ષાપત્રીના દર્શન કરેલા.

શાસ્ત્રીજી મહારાજ કહેતાઃ હું કોઈ સેવાકાર્ય કરવાનું હોય તેને જોતો, ઘણું વિચારતો અને પછી શિક્ષાપત્રીને પૂછતો કે આ સેવા કાર્ય કરવામાં હું ભૂલતો તો નથી ને? હું મારા મનના ગમતાથી કરું છું કે પ્રભુની આજ્ઞા છે તેથી કરું છું. ?

શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીની જીવનરૂપી ટ્રેન શિક્ષાપત્રીના આદેશરૂપી  ટ્રેકને હંમેશા વળગી રહેતી. શિક્ષાપત્રી લેખનને આ વખતની વસંત પંચમીએ તા. ર૩ જાન્‍યુઆરીએ ર૦૦ વર્ષ પૂર્ણ થાય છે.

જ્‍યારે ટ્રક દોડતી હોય છે ત્‍યારેય રસ્‍તાના બંધનમાં હોતી નથી.શિક્ષાપત્રી રૂપ લક્ષ્મણરેખાને રક્ષણરેખા બનાવી દેવાથી આપણે, આપણો પરિવાર, આપણું રાષ્‍ટ્ર જરૂર વધુને વધુ સુખી બનતા રહીશું

- શ્રી પ્રભુ સ્‍વામી,

સ્‍વામિનારાયણ ગુરૂકુલ,

વેડ રોડ, સુરત.

(2:22 PM IST)