હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જગીની બે ઉત્પાદન એકમોને વર્લ્ડ ઇકોનોમિ ફોરમની લાઇટહાઉસ માન્યતા

રાજકોટ :વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)એ હિન્દુસ્તાન યુનિલીવરના (HUL) ગુજરાતના ગાંધીધામ અને પોંડિચેરી સ્થિત ફેક્ટરીઓને એડવાન્સ્ડ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ (4IR) લાઇટહાઉસ સાઇટ તરીકે માન્યતા આપી છે. આ પહેલાં, HULની દાપડા ફેક્ટરીને વર્ષ ૨૦૨૨માં, સોનેપત ફેક્ટરીને ૨૦૨૩માં અને ડૂમ ડૂમા એકમને ૨૦૨૫માં આ માન્યતા મળી હતી. આ સાથે, HULની કુલ પાંચ ફેક્ટરીઓને એડવાન્સ્ડ 4IR લાઇટહાઉસ માન્યતા મળી ચૂકી છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું ગ્લોબલ લાઇટહાઉસ નેટવર્ક એવી ફેક્ટરીઓને માન્યતા આપે છે, જે ડિજિટલ ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને કાર્યપદ્ધતિમાં સુધારો કરે છે, કાર્યક્ષમતા વધારે છે, ટકાઉ વિકાસને આગળ ધપાવે છે અને તેમના કર્મચારીઓને નવી કુશળતાઓ શીખવે છે. આ બે ફેક્ટરીઓમાં ઉત્પાદનથી લઈને સપ્લાય ચેઇન સુધીના લગભગ તમામ પ્રક્રિયાઓમાં ૪ત્ય્ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, અને હાલમાં સમગ્ર પ્રક્રિયામાં ૫૦થી વધુ નવી પહેલો અમલમાં છે. ભારતના પાણીની અછતવાળા કચ્છ વિસ્તારમાં સ્થિત LLPL ગાંધીધામ ફેક્ટરીેસસ્ટેન ેબિલિટી લાઇટહાઉસ સાઇટતરીકે માન્યતા મળી છે. આ માન્યતા તેને કુદરતી અને હવામાન સંબંધિત બે મહત્વના ક્ષેત્રોમાં મોટા બદલાવ કર્યા બાદ મળી છે. આ એકમે આખી સપ્લાય ચેઇનમાં AI, ડિજિટલ ટવીન અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IIoT) જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો.
હિન્દુસ્તાન યુનિલીવરની ઘ્ચ્બ્ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રિયા નાયરએ જણાવ્યું હતું કે,વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તરફથી નવા વર્ષની શરૂઆતમાં બહોળીમાન્યતા મળવાથી અમને ખૂબ આનંદ થયો છે. આ સિદ્ધિ એ બતાવે છે કે અમે આધુનિક ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને અમારી કામગીરી સુધારવા, ઉત્તમ ગુણવત્તાવાળા ઉત્પાદનો આપવા અને નવીનતામાં નવા ધોરણો સ્થાપિત કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
HULના સપ્લાય ચેઇનના એક્ઝિકયુટિવ ડિરેક્ટર યોગેશ મિશ્રાએ જણાવ્યું હતું, આ માન્યતા AI અને ડિજિટાઇઝેશનની શક્તિથી સંચાલિત ટકાઉ ભવિષ્ય બનાવવા પ્રત્યેની અમારી -તિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. AI અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે પર્યાવરણ પરનો પ્રભાવ ઘટાડીએ છીએ, સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીએ છીએ અને અમારી સમગ્ર કામગીરીમાં સકર્યુલર પ્રેક્ટિસને આગળ ધપાવીએ છીએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
