<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

અમદાવાદની વી એસ હોસ્પિટલનું વર્ષ 2026-27 ડ્રાફ્ટ બજેટ જાહેર: ગયા વર્ષની સરખામણીએ 37.80 કરોડ ઘટાડો કરાયો

એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ,પેંશન,ગ્રેજ્યુઈટી પાછળ રૂ.204 કરોડનો ખર્ચ થયો: ગત વર્ષે કુલ દર્દી 8861 સેવા લીધી, ડિસેમ્બર 2025 સુધીમાં 5352 દર્દીઓ આવ્યા

અમદાવાદની જાણીતી વી એસ હોસ્પિટલ માટેનુ વર્ષ 2026-27 ડ્રાફ્ટ બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષના બજેટ કરતા આ વર્ષે ડ્રાફ્ટ બજેટમાં 37.80 કરોડ ઘટાડો કરાયો છે. મેઈન ટાવર બિલ્ડીંગ અને રિસ્ટોરેશન રૂ.25 કરોડ ફાળવ્યા છે.એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ,પેંશન,ગ્રેજ્યુઈટી પાછળ રૂ.204 કરોડનો ખર્ચ થયો હતો. પીએમ જય યોજનામાં પણ દર્દીઓ ઘટયા છે..ગત વર્ષે 645 લાભાર્થી લાભ લીધો હતો.. જે એસ કે કે નોર્મલ ડીલેવરી 900 ગત વર્ષે થઇ હતી.. 

  વાહન અકસ્માતમાં ટ્રોમા આવતા હોય છે,સુપરસ્પેશિયાલીટી ડોકટરો ના હોવાથી દર્દીઓ આવતા નથી. વીએસ હોસ્પિટલમાં 780 સ્ટાફ ને 4.17 કરોડ ખર્ચ,1189 પેંશનરને 3.60 કરોડ ખર્ચ ચૂકવાયા છે. ગત વર્ષે કુલ દર્દી 8861 સેવા લીધી હતી  ડિસેમ્બર 2025 સુધીમાં 5352 દર્દીઓ આવ્યા હતા  ઓપરેશન ગત વર્ષે 6700 ડિસેમ્બર સુધી 4600 ઓપરેશન કરવામાં આવ્યા હતા  ગત વર્ષે સોનીગ્રાફી 13000 કરવામાં આવી હતી  ગત વર્ષે 500 બેડ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે 244.90 કરોડનું ડ્રાફ્ટ બજેટ હતું. ફાઇનલ રૂ 257.59 કરોડ બજેટ હતું..ગત બજેટમાં રૂ.40 કરોડ વધ્યા છે.

(7:07 PM IST)