<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

પાલનપુર જિલ્લા પંચાયત કચેરીમાં બબાલ :સિનિયર ક્લાર્ક પર ઓફિસમાં જ મહિલા કર્મચારીને માર માર્યાનો આરોપ

માથાકૂટ દરમિયાન સિનિયર ક્લાર્કે રેકોર્ડ ફેંકી દેવા સાથે મહિલા કર્મચારીને માર મારી ધમકી આપ્યાનો આરોપ સાથે પોલીસ ફરિયાદ

પાલનપુર જિલ્લા પંચાયત કચેરીમાં કર્મચારીઓ વચ્ચે બબાલ સર્જાઈ હતી. આરોગ્ય શાખામાં કાર્યરત સિનિયર ક્લાર્ક પર ઓફિસમાં જ મહિલા કર્મચારીને માર માર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. તિજોરીની ચાવી બાબતે થયેલી માથાકૂટ દરમિયાન સિનિયર ક્લાર્કે રેકોર્ડ ફેંકી દેવા સાથે મહિલા કર્મચારીને માર મારી ધમકી આપ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પીડિત મહિલા કર્મચારીએ પશ્ચિમ પોલીસ મથકમાં સિનિયર ક્લાર્ક સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

(10:00 PM IST)