<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

તઘલઘી નિર્ણય: પોઇચા પાસે રંગસેતુ બ્રિજ પરથી 11 ટ્રકોની અવર જવર માટે પરમિશન : એસટી બસો બંધ

માર્ગ મકાન વિભાગ માટે કોન્ટ્રાકટરો વહાલા અને સ્થાનિક જનતા બસો બંધથી પરેશાન તે નથી દેખાતુ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: પાદરા પાસે ગંભીરા બ્રિજની ઘટના બાદ  રાજયભરના બ્રિજોની તપાસ માટે આદેશ સરકારમાંથી છૂટયાં હતાં. માર્ગ અને મકાન વિભાગે પોઇચા પાસે આવેલો રંગસેતુ ભારદારી વાહનો માટે બંધ કરી દીધો હતો. જેને કારણે લોકોને 30 થી 35  કિમીનો ફેરાવો ફરવો પડી રહયો છે. અને વધુ સમય અને વધુ ભાડુ પણ ચૂકવવું પડે છે. પોઇચાના રંગસેતુ બ્રિજ પરથી ભારદારી વાહનો પર પ્રતિબંધનું કલેક્ટર નર્મદાનું જાહેરનામું હોવા છતાં રેતી અને રોડ મટીરિયલ ભરેલી ટ્રકો બેરોકટોક રીતે પસાર થઇ રહી છે. કેમકે પોઇચાથી સેગવાના રોડ કામગીરી ચાલતી હોય કોન્ટ્રાક્ટરે પણ બ્રિજ પરથી અવર જવર કરવું હોય તો 40 કિમી ફેરો પડે એટલે માર્ગ મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાકટર ને 11 ટ્રકો ને  અવર જવર માટે મંજૂરી આપવામાં આવી જયારે એસટી બસોને મંજૂરી આપવામાં આવતી નથી. ટ્રક 25 ટન થી વધુ ભારે વજન વહન કરે પણ એસ ટી બસ ફૂલ હોય તો પણ 6 થી 7 ટન વજન થાય છતાં એસ.ટી બસોની મંજૂરી નહીં પણ પોતાના માનિતા કોન્ટ્રેક્ટરની માર્ગમકાન વિભાગને ચિંતા ઘણી.જ્યારે જનતાનું શું એ તો  પરેશાન થવા પેદા થાય એમ અધિકારીઓ સમજતા હસે.

આ બાબતે સ્થાનિક રહીશ મંગલ ભૈયાએ જણાવ્યું હતું કે રાજપીપલાથી પોઇચા થઇ વડોદરા જતા મુખ્ય માર્ગ પર નર્મદા નદી પરનો રંગસેતુ આવે છે તે પણ માર્ગ અને મકાન વિભાગ વડોદરાએ બંધ કરાવ્યો છે. છ મહિનાથી મોટા વાહનો બંધ એટલે એસ.ટી બસ સેવા બંધ જેને લઈને રોજે રોજ અપડાઉન કરતા હજારો મુસાફરો તિલકવાડા ફરીને જવું પડે છે.લોકોની જરૂરિયાત એવી એસ.ટી બસો બંધ કરાવી દીધી ત્યારે અમે જાતે જોયું કે મોટા હાઇવા ટ્રકો પસાર થઈ સ્થાનિક સુરક્ષા કર્મીને પૂછ્યું તો કે માર્ગ મકાન વિભાગની મજૂરી આપી છે. તો કેમ માર્ગ મકાન વિભાગને એસ.ટી બસો નથી દેખાતી લોકો પરેશાન કેટલા થાય છે તે નથી દેખાતું પ્રજાનું નહીં પણ કોન્ટ્રાક્ટરોનું ભલું ઈચ્છતા આવા અધિકારીઓ  સામે સરકારે પગલા ભરવા જોઈએ.
પોઇચા બ્રીજ વડોદરા ને રાજપીપળા સહિત અનેક ગામો માટે ખૂબ અગત્યનો બ્રીજ છે.અહીંયા થી વિધાર્થીઓ વેપારીઓ કર્મચારીઓ બધા રોજે રોજ અપડાઉન કરે છે.તો જો આ બ્રીજ નું સમારકામ  થઈ ગયું હોય તો ચાલુ કરવો જોઈએ.એસ.ટી બસ તો ખાસ ચાલુ કરવી જોઈએ લોકોને 35 કિમી ફેરો ફરીને જવું પડે છે. જો હેવી ટ્રકો જતી હોય અને માર્ગ મકાન વિભાગ મંજૂરી આપી હોય તો બ્રીજ સુરક્ષિત છે.એમ કહી શકાય તો બસો કેમ ચાલુ કરતા નથી. લોકોની પરેશાની દૂર કરવા મીની બસો પણ ચાલુ કરી શકાય આ બાબતે હું રાજ્ય સરકાર માં રજૂઆત કરીશ : સાંસદ મનસુખ વસાવા

(9:59 PM IST)