<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

રાજપીપલાના પ્રાંતઅધિકારીને જનજાગૃતિ કાર્યક્રમમાં આદિવાસી મહિલાએ "જાગૃતિ "નો પરીચય આપ્યો

"મામલતદાર કચેરીમાં ખોટી નોંધ પડે છે ત્યાં જાગૃતિ બતાવો"

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપલાના પ્રાંત અધિકારીને ઊંડાણના એક ગામમાં યોજાયેલ જનજાગૃતિ કાર્યક્રમમાં આદિવાસી મહિલા એ "જાગૃતિનો અનુભવ કરાવ્યો હતો.

   પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના ઊંડાણના.પિંછીપુરા ગામમાં રાજપીપલાના પ્રાંતઅધિકારી પ્રસન્નજીત કૌરે જનજાગૃતિ કાર્યક્રમ માટે મુલાકાત લીધી, ગ્રામજનોને સરકારી યોજનાની માહિતી આપી રહ્યા હતા ત્યારે માંકડઆંબા ગામના જાગૃત આદિવાસી મહિલા દક્ષાબેન તડવીએ ચર્ચામાં દરમ્યાનગીરી કરી "પહેલા તમારી મામલતદાર કચેરીમાં જાગૃતિ લાવો જ્યાં ખોટી નોંધો પડે છે તે જુઓ " એમ કહેતા સભામાં સન્નાટો  છવાઈ ગયો હતો .આ ઉપરાંત દક્ષાબેન તડવીએ કેટલાક સ્થાનિક પ્રશ્નોની પણ રજુઆત કરી હતી આદિવાસી મહિલા ની આ હિંમત અને જાગૃતિથી મહિલા IAS અધિકારી પ્રભાવિત થયા હતા અને પ્રશ્નોના નિરાકરણ ની ખાત્રી આપી હતી. ત્યારે જિલ્લાના ગામે ગામની મહિલાઓ દક્ષાબેન જેવી જાગૃતિ બતાવશે ત્યારે આદિવાસીઓનું શોષણ અને અન્યાય જરૂર અટકશે .
માંકડઆંબા ગામનું જમીન કૌભાંડ દક્ષાબેન બહાર લાવ્યા હતા
રાજપીપલાના પ્રાંતઅધિકારી સમક્ષ પ્રશ્નો રજુ કરી જાગૃતિ બતાવનાર દક્ષાબેન તડવીએ અગાઉ માંકડ આંબા ગામની લગભગ 1800 એકર જમીન સુરતના વેપારીઓને બારોબાર વેચી દેવાનું કૌભાંડ પણ બહાર લાવ્યા હતા અને આ જમીન કૌભાંડમાં તત્કાલીન કલેકટરે ત્રણ નાયબ મામલતદારને નોકરીમાંથી છુટા કરી દીધા હતા અને જમીન વેચાણ નોંધો રદ કરી દીધી હતી 

(10:01 PM IST)