તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 21st January 2026
લક્ષ્મી સ્નેક્સના ૧,૦૦૦ કામદારો હડતાલ પર ઉતર્યા
રિયલ નમકીનના પ્રોડક્શન પર બ્રેકઃહાલમાં ૧,૦૦૦ કામદારો એકસાથે કામ છોડીને બહાર નીકળી આવતા કંપની મેનેજમેન્ટ દોડતું થયું છે

અમદાવાદ : પ્રખ્યાત 'રિયલ નમકીન' બ્રાન્ડ ધરાવતી કંપની લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના કામદારોએ મેનેજમેન્ટ સામે મોરચો ખોલ્યો છે. કંપનીના આશરે ૧,૦૦૦ જેટલા કામદારોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને અચાનક હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આ સામૂહિક હડતાલને કારણે કંપનીનું તમામ પ્રોડક્શન અત્યારે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.
હડતાલ પર ઉતરેલા કામદારોનો મુખ્ય રોષ વેતનની અસમાનતાને લઈને છે. કામદારોનો આક્ષેપ છે કે, જેઓ છેલ્લા ૧૮ વર્ષથી કામ કરી રહ્યા છે તેમને અને નવા જોડાયેલા કર્મચારીઓને એકસરખું વેતન ચૂકવવામાં આવે છે.
આ ઉપરાંત, મશીનોની સ્પીડ નિયત ૮૫ થી વધારીને ૧૦૦ કરી દેવામાં આવી છે, જેના કારણે કામદારો પર કામનું ભારણ અસહ્ય બન્યું છે. સુરક્ષાના સાધનોના અભાવે પણ કામદારોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે.
કામદારોની માંગણીઓ
નાઈટ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓએ માટે કેન્ટીનની સુવિધા આપવામાં આવે
વર્ષોથી કામ કરતા કામદારોને કાયમી કરવામાં આવે.
કોન્ટ્રાક્ટ લેબર સિસ્ટમ બંધ કરી કંપની પે-રોલ પર લેવામાં આવે.
ઇન્સ્યોરન્સ, PF અને શ્રમ કાયદા મુજબના તમામ કાયદેસર લાભો મળે.
પગારમાં વ્યાજબી વધારો અને પૂરતી રજાઓ આપવામાં આવે.
હાલમાં ૧,૦૦૦ કામદારો એકસાથે કામ છોડીને બહાર નીકળી આવતા કંપની મેનેજમેન્ટ દોડતું થયું છે. કામદારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે ત્યાં સુધી કામ શરૃ કરવામાં આવશે નહીં.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
