<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

સુરતના માંડવીના અરેઠમાં નવી બનેલી પાણીની ટાંકી તુટી પડવાના મામલે નાયબ કાર્યપાલક ઈજનેર અને કાર્યપાલક ઇજનેરની ધરપકડ

લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલ પાણીની નવીનક્કોર ટાંકી લોકાર્પણ વિના જ ટેસ્ટીગ દરમિયાન તુટી પડી હતી.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ખાતે નવી જ બનેલ પાણીની ટાંકી એકાએક તુટી પડતા તંત્રે પોતાની આબરુ બચાવવા પોલીસ ફરિયાદ કરી હતી. સુરત પોલીસે, આ ઘટનામાં નાયબ કાર્યપાલક ઈજનેર જય ચૌધરી, કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયાની ધરપકડ કરી છે. લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલ પાણીની નવીનક્કોર ટાંકી લોકાર્પણ વિના જ ટેસ્ટીગ દરમિયાન તુટી પડી હતી. આ અંગે અધિકારીની ધરપકડ કરીને ઈજનેરને LCB પોલીસ મથક ખાતે તપાસ અર્થે લવાયા છે.

(11:15 PM IST)