તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
અમદાવાદમાં પબજી ગેમ રમવા બાબતે યુવકની હત્યા: બે આરોપીની ધરપકડ

અમદાવાદ: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં લોકપ્રિય મોબાઈલ ગેમ 'પબજી' રમવા બાબતે થયેલી તકરારમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ આ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હતું, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી રાત્રે બે યુવકો વચ્ચે પબજી ગેમ રમવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આવેશમાં આવીને આરોપી પક્ષે યુવક પર છરીના અનેક ઘા ઝીંકવાને કારણે યુવક ગંભીર રીતે ઘવાયો હતો અને ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ હત્યાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
