હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 22nd January 2026
અમદાવાદમાં બીલ્ડર્સ ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહી યથાવતઃવધુ પ સ્થળોએ તપાસ
અમદાવાદના પોશ વિસ્તારમાં પ્રોજેકટ મુકનાર

રાજકોટ તા. રર :.. બે દિવસ પૂર્વે અમદાવાદના ટોચના બે બિલ્ડર્સ ગ્રુપ દીપ અને કામેશ્વર ગ્રુપ ઉપર આવકવેરાની ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા દરોડા પાડયા હતા જે યથાવત છે. દરોડાની કામગીરી દરમિયાન વધુ પ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના દીપ બિલ્ડર્સ અને કામેશ્વર બિલ્ડર્સ ગ્રુપ ઉપર દરોડા દરમિયાન મોટી સંખ્યામાં દસ્તાવેજો ખરીદ - વેંચાણના ડોકયુમેન્ટ મળતા પ૦ થી વધુ આયકર અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
અમદાવાદના પોશ વિસ્તાર તરીકે જાણીતા થલતેજ, ગોતા, એસ. જી. હાઇવે રીંગ રોડ, બોપલ રોડ, સહિતના સ્થળોએ મોટા પ્રોજેકટ મુકનાર દીપ અને કામેશ્વર ગ્રુપ ઉપર આવકવેરાના દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
