હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 22nd January 2026
કચ્છના ધોળાવીરા ગામમાં જમીન સંપાદન મામલે ASI ને ગુજરાત હાઈકોર્ટે ફટકાર સાથે એક લાખનો દંડ ફટકાર્યો
હાઈકોર્ટે ASI દ્વારા કરાયેલી કોન્ડોનેશન ઓફ ડીલેની અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે કોર્ટને અપાયેલી ખાતરીનું પાલન ન કરવું ગંભીર બાબત છે

કચ્છના ધોળાવીરા ગામમાં જમીન સંપાદન મામલે આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ને ગુજરાત હાઈકોર્ટે કડક ફટકાર સાથે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે ASI દ્વારા કરાયેલી કોન્ડોનેશન ઓફ ડીલેની અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે કોર્ટને અપાયેલી ખાતરીનું પાલન ન કરવું ગંભીર બાબત છે.
વર્ષ 2023માં જમીન સંપાદન બદલ યોગ્ય વળતર ન મળતા જમીન માલિક દ્વારા ભચાઉ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જ્યાં ASIના અધિકારીઓએ વળતર ચૂકવવાની ખાતરી આપી હતી. જોકે, આ ખાતરી બાદ પણ નિર્ધારિત સમયમર્યાદામાં વળતર ચૂકવાયું ન હતું. વળતર ચૂકવણીમાં વિલંબ થતા ASI તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે નામંજૂર કરી દંડની કાર્યવાહી કરી છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
