હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ૧ ફેબ્રુ.થી વિશેષ પશુ કલ્યાણ પ્રમાણપત્ર કોર્સ

રાજકોટ, તા. રર : કામધેનુ યુનિવર્સિટીના સહયોગથી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પશુ કલ્યાણ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો માટે એક વિશેષ પશુ કલ્યાણ પ્રમાણપત્ર કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સ ખાસ કરીનેᅠતેમના માટે છે જે પ્રાણી અને પ્રકૃતિના સહઅસ્તિત્વમાં વિશ્વાસ રાખે છે. પશુ કલ્યાણનું વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવા ઇચ્છે છે અથવા સ્વયંસેવક તરીકે પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓમાં જોડાવા માંગે છે. આ કોર્સ એક મહિના સુધીનો રહેશે. જેમાં દર શનિવાર અને રવિવારે કલાસીસ યોજાશે. કોર્સ તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ રવિવારથી શરૂ થશે. પ્રવેશ માટે દરેક ઉમેદવાર ઓછામાં ઓછા ૧૦ ધોરણ પાસ હોવા જોઇએ અને ઉંમર ૧૬ થી વધુ હોવી જોઇએ. આ કોર્સમાં કુલ રપ જગ્યાઓ ઉપલબ્ધ છે. કોર્સ પૂર્ણ થાય બાદ પરીક્ષા લેવામાં આવશે, જેમાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવનાર ઉમેદવારને પ્રમાણપત્ર અપાશે. આ કોર્સની ફી ર૦૦૦ રૂપિયા છે. જે નોન-રિફંડેબલ અને નોન-ટ્રાન્સફરેબલ છે. વધુ માહિતી માટે મો. ૯૯ર૪૪૧૯૧૯૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
