<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ સુધારણા સમિતિની રચનાઃ જીટીયુના પૂર્વ કુલપતિ ડો. નવીનભાઈ શેઠની સભ્‍ય તરીકે નિમણૂક

શિક્ષણ મંત્રીના અધ્‍યક્ષસ્‍થાને રચાયેલી આ કમિટીમાં મહેસાણાના ડો. સી.એન. પટેલ, જામનગરના ડો. વિમલભાઈ પરમાર અને કર્ણાવતીના શ્રી રીતેશભાઈ હાડાનો પણ આ સમિતિમાં સમાવેશ

રાજકોટ તા. રરઃ ગુજરાત સરકારે રાજ્‍યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ઉચ્‍ચ શિક્ષણને સુવ્‍યવસ્‍થિત કરવા માટે ‘‘ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ સુધારણા સમિતિ''ની રચના કરી છે. આ સમિતિનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય નવી યુનિવર્સિટીઓની સ્‍થાપના, માળખાકીય સુવિધાઓ, નાણાકીય ક્ષમતા, મેરીટ આધારિત પ્રવેશ તથા યુજીસી, એઆઈસીટીઈ અને એનબીએ જેવા નિયમનકારી ધોરણોનું પાલન સુનિヘતિ કરવાનો છે. આ મહત્‍વપૂર્ણ સમિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના પૂર્વ કુલપતિ અને જાણીતા શિક્ષણવિદ ડો. નવીનભાઈ શેઠની સભ્‍ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સરકાર દ્વારા રચાયેલી આ સમિતિમાં ચેરમેન તરીકે રાજ્‍યના શિક્ષણ મંત્રી અને વાઈસ ચેરમેન તરીકે રાજ્‍ય કક્ષાના મંત્રી રહેશે. જ્‍યારે સભ્‍યો તરીકે જીટીયુના પૂર્વ કુલપતિ ડો. નવીનભાઈ શેઠ રાજકોટ), મહેસાણાના ડો. સી.એન. પટેલ, જામનગરના ડો.  વિમલભાઈ પરમાર અને કર્ણાવતીના શ્રી રીતેશભાઈ હાડાનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

ડો. નવીનભાઈ શેઠ શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેઓ જીટીયુમાં સતત બે ટર્મ સુધી કુલપતિ તરીકે સેવા આપી ચૂકયા છે. આ ઉપરાંત, તેઓ રાજકોટની બી.કે. મોદી સરકારી ફાર્મસી કોલેજમાં પ્રિન્‍સિપાલ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ફાર્મસી વિભાગના વડા તથા ડીન તરીકે ફરજ બજાવી ચૂકયા છે. એમ.ફાર્મ, પીએચ.ડી., એલ.એલ.બી. અને પીજી ડિબીએમ સુધીનો અભ્‍યાસ ધરાવતા ડો. શેઠના નામે ત્રણ પેટન્‍ટ અને ૧૦૦થી વધુ સંશોધન પત્રો પ્રસિદ્ધ થયેલા છે. તેમણે જર્મની, અમેરિકા, ચીન, પોલેન્‍ડ અને ઈરાન જેવા દેશોમાં તજજ્ઞ તરીકે વ્‍યાખ્‍યાનો પણ આપ્‍યા છે.

હાલમાં તેઓ રાજકોટની પ્રતિષ્ઠિત વી.વી.પી. એન્‍જિનિયરિંગ કોલેજના ટ્રસ્‍ટી તરીકે, એઈમ્‍સ રાજકોટના બોર્ડ મેમ્‍બર તરીકે અને નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સ યુનિવર્સિટીમાં એમેરિટસ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. અગાઉ તેઓ જીપીએસસીના સભ્‍ય તરીકે પણ રહી ચૂકયા છે. સામાજિક ક્ષેત્રે તેઓ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આરએસએસ) સાથે બાલ્‍યકાળથી જોડાયેલા છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ તરીકે પાંચ વર્ષ જવાબદારી સંભાળી હતી. હાલ તેઓ સંસ્‍કળતિ ઉત્‍થાન ન્‍યાસના પヘમિ ક્ષેત્ર (ગુજરાત, મહારાષ્‍ટ્ર, ગોવા)ના અધ્‍યક્ષ છે. આ મહત્‍વની જવાબદારી મળવા બદલ ડો. નવીનભાઈ શેઠ પર તેમના મિત્રવર્તુળ અને શિક્ષણ જગતમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. મો. ૯૦૯૯૯૩૯૪૧૭. 

(2:11 PM IST)