મૂળ સૌરાષ્ટ્રના કેવિને થાઇલેન્ડ રહી ગુજરાતમાં હાઈ બ્રીડ ગાંજાનો કારોબાર આ રીતે ચલાવેલ
ભારતીય પાસપોર્ટ ધરાવતો આ શખ્સ વિદેશમાં રહી જે નેટવર્ક ચલાવતો તેની વિગતો એક પછી એક પકડાતા આરોપી પાસેથી સીબીઆઈ પદ્ધતિથી મેળવી અને લુક આઉટ નોટિસ કાઢતા વડોદરા SOGની જાળમાં ફસાઈ ગયો....અકિલા સાથે ઇન્ટરનેશનલ રેકેટના તાર વડોદરા પોલીસ કમિશનરે ખોલ્યા : નશામુકત ગુજરાતના અમે જાહેરમાં સંકલ્પ લીધેલ, તેને સાર્થક કરવા એકને પકડી સંતોષ માનવાને બદલે નશાના કારોબારના ગત ડિસેમ્બરથી એક પછી એક તમામ સુધી પહોચતા ડ્રગ્સ સિન્ડિકેટમાં સોપો પડી ગયેલ : નરસિંહમા કોમાર : પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેષ રાતડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર.રબારી સહિતના સ્ટાફે સીબીઆઇ બેક ગ્રાઉન્ડ ધરાવતા સીપીની સીબીઆઈ પદ્ધતિની રણનીતિનુ અક્ષરશઃ પાલન કરી મિશન સફળ બનાવતા પોલીસ કમિશનર દ્વારા સહુની પીઠ થાબડી

રાજકોટ, તા.૨૨: છેલ્લા દોઢ વર્ષથી ગુજરાત પોલીસના તમામ શહેરો અને જિલ્લા પોલીસના સઘન પ્રયાસો છતાં ગુજરાતમાં થાઇલેન્ડ થી હાઈ બ્રીડ ગાંજો સપ્લાય કરવાનો જેમના પર આરોપ છે તેવો મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાનો અને હાલ થાઇલેન્ડ રહેતા કેવિન નિલેશભાઈ ખેનીની કલકત્તા એરપોર્ટ પરથી ધરપકડ કરી પ્રથમ DRI ને કબજો સોંપ્યા બાદ તેનો કબજો સાંભળી અમે સંતોષ માનવાને બદલે આખા નેટવર્કની તમામે તમામ કડીઓ ખોલવાનું સીબીઆઈ પદ્ધતિ મુજબ કાર્યવાહી કરતા નશાના કારોબારીઓમાં સન્નાટો વ્યાપી ગયાનું CBI બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા પોલીસ કમીશનરે અકિલા સાથેની વાતચીતમાં ડ્રગ્સ માફિયાઓની આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના મૂળ સુધી કેવી રીતે પોહચી ગયા તેની પડદા પાછળનીે ભીતરી કથા વર્ણવતા જણાવ્યું છે.
આ આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવાની આખો ઘટના ક્રમ તો એક માસ અગાઉ કેવી રીતે શરૂ થયેલ તે બાબત પણ ખૂબ જાણવા જેવી છે.
નશામુકત ગુજરાત માટે સંકલ્પબદ્ધ હોવાથી કેટલીક ચોક્કસ હકીકતો આધારે વડોદરા એસ ઑ જી પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેષ રાતડા તથા તેમની ટીમને વિશેષ જવાબદારી સુપ્રત કરેલ જે અંતર્ગત sog દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરેલ.
sog ટીમો દ્વારા આ કાર્યની ગંભીરતા સમજી એક વિશેષ મિશન તરીકે કાર્ય શરૂ કરેલ હતું, જેમાં સહુ પ્રથમ સફળતા અમને સહ આરોપી. આબીદ અબ્દુલ પટેલને તેના રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો વજન - ૭૩૪ ગ્રામ, કિ.રૂ.૨૨,૦૨,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કિં.રૂ.૨૨,૪૩,૭૦૦ના મુદ્દામાલ સાથે પકડી જે.પી.રોડ પોલીસ સ્ટેશન પાર્ટ (બી) ગુ ર.નં૧૧૧૯૬૦૦૮૨૪૦૩૬૦/૨૦૨૪ થી ગુનો રજીસ્ટર કરાવેલ. આ ગુનાની નીચે મુજબ ટોપ ટુ બોટમ સુધીની તલસ્પર્શી તપાસ કરવામાં આવેલ છે.
તેની પાસેથી ૨૨ લાખનો મુદામાલ કબજે કરેલ. તેની પાસેથી તેના પિતા અબ્દુલનુ નામ અમારી એસ ઑ.જી ટીમ દ્વારા ખીલાવી તેને પકડી તેનો મોબાઇલ કબજે કરવામાં આવેલ.
અમો હજુ મૂળ સુધી પહોંચવા માગતા હોય વડોદરામાં આ હાઈ બ્રીડ ગાંજો સુરતથી આવ્યો હોવાનું ખુલતા SOG ની ટીમોએ સુરતમાં ધામા નાખી વિવેક દિપકભાઈ ત્રિવેદીને ઝડપી લીધેલ.
વિવેકની આકરી પૂછપરછ આધારે કમિશન એજન્ટ નીરજ ઉર્ફ ટોની અને કેવિન સુધી અર્થાત મૂળ સુધી પહોચતા ડ્રગ્સ સિન્ડિકેટમાં ફફડાટ મચ્યો હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
