જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના psi આર એમ રાધનપુરા સહિત ૩ રૂપિયા ૩ લાખની લાંચના છટકામાં ઝડપાતા ખળભળાટ મચી ગયો
પોલીસમેન આશિષસિંહ ઝાલા તથા મોણપરના પ્રજાજન આરીફભાઈ પણ આરોપી બન્યાઃ ACB વડા પિયુષ પટેલનું અભિયાન આગળ વધ્યું : ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં અને ભાવનગર ર્ીણૂણુ મદદનીશ નિયામક એસ.સેન.બારોટના સુપરવિઝન હેઠળ અમરેલી ર્ીણૂણુ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.સાગર તથા સ્ટાફનો સપાટો

રાજકોટ, તા.૨૨: જાફરાબાદ મરીન પોલીસ મથકમાં આ કામના ફરિયાદી વિરુદ્ધ દાખલ થયેલ ગુન્હાની તપાસ આક્ષેપિત નંબર ૧ ચાલવી રહ્યા હતા. આ કામના ફરિયાદી વિરુદ્ધ પાસા નહિ કરવાની સાથોસાથ તથા સાહેદના ટ્રકના અસલ કાગળોની ફાઈલ પરત આપવા માટે આક્ષેપિત નંબર-૧ તથા ૦૨નાઓ વતી આક્ષેપિત-૩ નાઓએ લાંચની માગણી કરેલ અને ફરિયાદી તથા સાહેદ લાંચની રકમ આક્ષેપિતોને આપવા માંગતા ન હોઈ એ.સી.બી.નો સંપર્ક કરી ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત નં.૩ નાઓએ સાથે આક્ષેપિત નં.૨ એ ટેલીફોનિક કન્ફર્કેશન આપી હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નંબર-૧ તથા ૨નાઓ વતી આક્ષેપિત નં.૩ નાએ લાંચની રકમ સ્વીકારી એકબીજાની ગુન્હામાં મદદગારી કરી આક્ષેપિત નં.૩ નાઓ સ્થળ ઉપર પકડાઈ ગયેલ તથા આક્ષેપિત નં.૧,૨નાઓ સ્થળ ઉપર હાજર નહી મળી આવી ગુન્હો કર્યા વિગેરે બાબત. અંતર્ગત એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
