<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

નરહરિ અમીનના હસ્‍તે માણેકબા પ્રાર્થનાસભા હોલનું ઉદઘાટન

રાજકોટઃ વડાવસ્‍વામી પ્રાથમિક શાળા, વડાવસ્‍વામી, કલોલ, જિ.ગાંધીનગર ખાતે ‘‘માણેકબા પ્રાર્થના સભા હોલ'' નું ઉદઘાટન નરહરિ અમીન (સંસદસભ્‍ય, રાજયસભા)ની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે હોલના દાતા મનુભાઇ કાનજીભાઇ પટેલ,શ્રીમતી ગીતાબેન મનુભાઇ પટેલ, તેમજ વિષ્‍ણુભાઇ પટેલ (અમેરિકા), ભાર્ગવભાઇ પટેલ (કલોલ તાલુકા ભાજપ-પ્રમુખ), મહેશભાઇ પંડયા, આર.કે. પટેલ (અમેરિકા), વિરમજીભાઇ તથા શાળાનાં આચાર્ય પ્રદિપગીરી ગૌસ્‍વામી, વડાવસ્‍વામી ગામનાં શ્રેષ્‍ઠીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(3:31 PM IST)