તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 22nd January 2026
ગુજરાત સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની મોટી બદલી : નાગરાજન એમ. સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર
સુરત કમિશનર શાલિની અગ્રવાલની વડોદરા GUVNL ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક : ટ્રાન્સપોર્ટ કમિશનર ડૉ. રાજેન્દ્ર કુમારને GSRTC નો વધારાનો હવાલો સોંપાયો

ગાંધીનગર: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ એક જાહેરનામું બહાર પાડીને ઉચ્ચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરીને તેમની સેવાઓ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હસ્તક મૂકવામાં આવી છે. તેઓ હવે વડોદરા ખાતે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવશે.
તેમના સ્થાને, ૨૦૦૯ની બેચના આઈએએસ અધિકારી નાગરાજન એમ., જેઓ હાલમાં અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે, તેમને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગાંધીનગરના ટ્રાન્સપોર્ટ કમિશનર ડૉ. રાજેન્દ્ર કુમારને હવે જીએસઆરટીસીના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
