<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

બરોડા ક્રિકેટ એસોસિએશન કબજે કરવા પ્રણવ અમીન અને સમરજીત ગાયકવાડ જૂથ વચ્ચે જામશે મુકાબલો

સત્તા ભોગવતા જૂથ સામે રોયલ અને સત્યમેવ જયતે જૂથ એક થયાં: બીસીએની ચૂંટણીમાં હવે રિવાઇવલ અને ગઠબંધન જૂથ વચ્ચે સીધો જંગ ખેલાશે

વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનની (બીસીએ) ચૂંટણીમાં રસાકસી વધી છે. એસોસિએશનમાં હાલ સત્તા ભોગવતા જૂથ સામે રોયલ અને સત્યમેવ જયતે જૂથ એક થયાં છે. બીસીએની ચૂંટણીમાં હવે રિવાઇવલ અને ગઠબંધન જૂથ વચ્ચે સીધો જંગ ખેલાશે. 

  આ ગઠબંધન જૂથે સત્તાધારી રિવાઈવલ જૂથનાં વહીવટ સામે સવાલ ઉઠાવ્યા છે. બરોડા રણજી ટીમનાં ખરાબ પ્રદર્શન માટે હાલનાં વહીવટદારો જવાબદાર હોવાનો આક્ષેપ કરાયો છે. વડોદરાનાં રાજા સમરજીતસિંહ ગાયકવાડ નવાં જૂથ સાથે મેદાનમાં ઉતર્યા છે. બીસીએ ચૂંટણીમાં ફરી પ્રણવ અમીન અને સમરજીત ગાયકવાડ જૂથ વચ્ચે જંગ જામશે. સમરજીત જૂથ તરફથી દર્શન બેન્કર અને પ્રણવ અમીન જૂથ તરફથી કિરણ મોરે પ્રમુખપદનાં ઉમેદવાર છે. નયન મોંગિયા, મુનાફ પટેલ, ઈરફાન અને યુસુફ પઠાણ, કોનોર વિલિયમ્સ, જેકોબ માર્ટિન જેવા જાણીતા ક્રિકેટરો અમારી સાથે છે તેવો દાવો સમરજીત ગાયકવાડના નવા ગઠબંધને કર્યો છે. અમે જીતીશું તો નવા સ્ટેડિયમનું નામ સયાજીરાવ સ્ટેડિયમ કરીશું. અમારી સત્તા આવશે તો બીસીએ માં નવા સભ્યો બનાવીશું તેમ પણ ગાયકવાડે જણાવ્યું હતું.

(6:57 PM IST)