<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ફોરેસ્ટ વિભાગની જૂની ફરિયાદના આધારે EDએ કરી મોટી કાર્યવાહી: આરોપીની 1.13 કરોડની 14 સ્થાવર સંપત્તિ જપ્ત

વ્યારા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને નર્મદાના જંગલમાંથી ખેરના લાકડાની દાણચોરી કરનારા આરોપીઓની, ED એ સ્થાવર મિલકત જપ્ત કરી

વ્યારા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને નર્મદાના જંગલમાંથી ખેરના લાકડાની દાણચોરી કરનારા આરોપીઓની, ED એ સ્થાવર મિલકત જપ્ત કરી છે. સરકારી તિજોરીને કરોડોનું નુકસાન અને કુદરતી સંપત્તિને નષ્ટ કરવાનો મામલો વન વિભાગે નોંધાવ્યો હતો. જેના અનુસંધાને ED એ 1.13 કરોડની 14 સ્થાવર સંપત્તિ જપ્ત કરી છે. ફોરેસ્ટ વિભાગની જૂની ફરિયાદના આધારે ED એ કાર્યવાહી કરી છે.. મુશ્તાક આલમ તસિયા, મોહમ્મદ તાહિર અહમદ અને અન્ય આરોપીઓ દ્વારા ખેરના લાકડાનું ગેરકાયદેસર સ્મગલિંગ કરવા મામલે ફરિયાદ કરી છે. જંગલમાંથી ખેરના લાકડા કાપીને વ્યારા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને નર્મદામાં ટ્રાન્સપોર્ટ કરતા હતા.  દેશના અન્ય રાજ્યોમાં ગ્રે માર્કેટમાં ખેરના લાકડાને વેચવામાં આવતું હતું  

(9:44 PM IST)