News of Thursday, 22nd January 2026
સુરતમાં મસાજ પાર્લર ચલાવવા માટે 25 હજારની લાંચ લેતા લોકરક્ષક અને વચેટિયો ACBના છટકામાં સપડાયા : જુઓ વિડીયો
મસાજ પાર્લરનો ધંધો કરવા સારુ કોઇ હેરાનગીત નહિ કરવા તેમજ કોઇ કાયદેશરની કાર્યવાહી નહિ કરવા માટે માંગી હતી લાંચ

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના એ.એચ.ટી.યુમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરીયા અને વચેટિયા 25 હજારની લાંચ લેતા ઝડપાયા છે
લોકરક્ષક ધીરુભાઇ નકાભાઇ ઠાકરીયા( એ.એચ.ટી.યુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર) એ ફરીયાદીને મસાજ પાર્લરનો ધંધો ચાલુ કરવા સારુ પ્રોત્સાહન આપી આરોપી વચેટીયો રોનકભાઇ મણીલાલ ત્રિવેદી(રહે.એ/૮ સીઝર પટેલ પાર્ક સોસાયટી છાપરાભાઠા રોડ અમરોલી સુરત)ની મદદગારી લઇ મસાજ પાર્લરનો ધંધો કરવા સારુ કોઇ હેરાનગીત નહિ કરવા તેમજ કોઇ કાયદેશરની કાર્યવાહી નહિ કરવા સારુ જણાવેલ જે કામે ફરિયાદી લાંચ નાં રૂપિયા આપવા માંગતા નાં હોય એ.સી.બી ટોલ ફ્રી ઉપર સંપર્ક કરતા તેઓની ફરિયાદ આધારેલાંચ નું છટકું ગોઠવાતાં આરોપી ધીરુભાઈએ લાંચના રૂપિયાની માંગણી કરી આરોપી વચેટિયાની મદદગારીથી આરોપી વચેટિયાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂપિયા સ્વીકારી એકબીજાની મદદગારી કરી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા હતો
આ ફરિયાદના આધારે વડોદરા ACB ફિલ્ડના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં પોદાર આર્કેડ કોમ્પ્લેક્સ પાસે, સ્ટેશન ગરનાળા નજીક લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ACBની ટીમ સ્તર પર ગોઠવાઈ ગઈ હતી અને આરોપીઓને રંગેહાથ પકડવા માટે વ્યૂહરચના તૈયાર કરી હતી
એસીબીના આ છટકામાં ટ્રેપીંગ અધિકારી એ.એન.પ્રજાપતિ ઇ.પો.ઇન્સ. વડોદરા ફીલ્ડ વડોદરા તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓ,સુપરવીઝન અધિકારી બી.એમ.પટેલ મદદનીશ નિયામકશ્રી વડોદરા એકમ વડોદરા અને ઇન્ચાર્જ અધિકારી બળદેવ દેસાઇ આઇ.પી.એસ. નાયબ નિયામકશ્રી વડોદરા રેંજ વડોદરા રહ્યા હતા
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
