News of Thursday, 22nd January 2026
નાંદોદ તાલુકાના ભદામ જિલ્લા પંચાયતમાં રસેલા બીડ ગામ ખાતે પરિવર્તન સભા યોજાઈ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના વર્કિંગ ચેરમેન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા ઈમ્તિયાઝ અલી કાદરી કે જેઓ આપમા જોડાયા હોય તેઓ પણ ઉપસ્થિત રહ્યા:સભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં પાર્ટીનો ખેસ ધારણ કર્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ જિલ્લા પંચાયતમાં રસેલા બીડ ગામ ખાતે પરિવર્તન સભા યોજવામાં આવી જેમાં ભદામ ગામ ખાતે ડેડીયાપાડા ના લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી ત્યારબાદ પરિવર્તન સભા સંબોધી હતી, જેમાં લોકોને અલગ અલગ મુદ્દાઓ પર સરકારની નીતિઓ માં ભાજપ અને કોંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા ત્યારબાદ ભદામ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલ માજી ભારતીય જનતા પાર્ટીના કારોબારી સદસ્ય ચંદુભાઈ વસાવા અને તેમના સપુત્ર સંજયભાઈ ચંદુભાઈ વસાવા તેમજ પટેલ સમાજ ના ઉપપ્રમુખ અને કોંગ્રેસ ના સક્રિય કાર્યકર એવા મનોજભાઈ પટેલ તેમજ આજુબાજુ ગામના સરપંચો, માજી સરપંચ, ગામના આગેવાનો ડોક્ટરો અને પટેલ સમાજના તેમજ બારીયા સમાજના આગેવાનો યુવાઓ ખૂબ મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી આમ આદમી પાર્ટી ની વિચારધારા સાથે ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના વર્કિંગ ચેરમેન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા ઈમ્તિયાઝ અલી કાદરી કે જેઓ તાજેતર માં આમ આદમી પાર્ટી મા જોડાયા હોય તેઓ પણ પરિવર્તન સભા માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
