હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 22nd January 2026
અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ 26મીથી 7 માર્ચ સુધી 16ને બદલે 20 કોચ સાથે દોડશે
C14 કોચની ક્ષમતા 44 સીટથી વધીને 78 સીટ થશે: વધારાના 278 મુસાફરો મુસાફરી કરી શકશે.

અમદાવાદ : મુસાફરોની સુવિધા અને વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ ટ્રેન નં. 22961 / 22962 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસમાં કામચલાઉ ધોરણે ચાર વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન 26 જાન્યુઆરી, 2026 થી 7માર્ચ, 2026 સુધી વર્તમાન 16 કોચને બદલે 20 કોચવાળા રેક સાથે દોડશે.
આ વધારાથી હાલના C14 કોચની ક્ષમતા 44 સીટથી વધીને 78 સીટ થશે. વધુમાં, ટ્રેન માળખામાં ચાર નવા એસી ચેર કાર કોચ, C15, C16, C17 (દરેક 78 સીટવાળા) અને C18 (દરેક 44 સીટવાળા) ઉમેરવામાં આવશે. આનાથી વધારાના 278 મુસાફરો મુસાફરી કરી શકશે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
