<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

રાજ્યમાં રાત્રે 11 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડીસા અને પાલનપુરમાં વરસાદની આગાહી

મહેસાણા જિલ્લાના વાતાવરણ બદલાયું :ભર શિયાળે વરસાદના છાંટા પડ્યા: કચ્છમાં પણ વાતાવરણમાં પલટો . નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા

અમદાવાદ : રાજયમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે. આજે રાત્રે 11 વાગ્યા સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે 

રાજ્યમાં રાત્રે 11 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડીસા અને પાલનપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણામાં ભર શિયાળે વરસાદના છાંટા પડ્યા છે. કમોસમી વરસાદને કારણે લોકોને હાલાકી વેઠવી પડી હતી. 

કચ્છમાં આગાહીની વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે. નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે.કિસ્તાન ઉપર સર્જાયેલ કોલ્ડ ફ્રન્ટ કચ્છ તરફ આવતા વરસાદ શરૂ થયો હતો કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાની થવાની ભીતી સેવાઈ રહી છે 

(11:25 PM IST)