News of Thursday, 22nd January 2026
મૌની અમાસના દિવસે સંતોને સ્નાન કરતા રોકવાના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન
આપ'ના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઈશારે સંતોને સ્નાન કરતા અટકાવવામાં આવ્યા

સુરતના પત્રકાર કોલોની પાસે આમ આદમી પાર્ટી દ્વારા પ્રયાગરાજમાં મૌની અમાસના દિવસે શંકરાચાર્ય સહિતના સંતોને પવિત્ર સ્નાન કરતા રોકવા બદલ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 'આપ'ના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઈશારે સંતોને સ્નાન કરતા અટકાવવામાં આવ્યા છે, જે અત્યંત નિંદનીય છે. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે ભાજપ સંતો-મહંતોના આશીર્વાદથી જ વિશ્વગુરુ બનવાની વાતો કરે છે અને બીજી તરફ તેમનું અપમાન કરી રહી છે, આ મુદ્દે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
