તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Thursday, 22nd January 2026
સુરત કોંગ્રેસ દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવો અને માંડવીમાં ટાંકી ધરાશાયી મુદ્દે આવેદનપત્ર અપાયું
કોંગ્રેસે આ મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ સાથે તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો

સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારી જમીનો પર બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને દૂર કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકારી તંત્રની રહેમનજર હેઠળ મોટા પાયે ગેરકાયદે નિર્માણ થયું છે. આ ઉપરાંત, માંડવીમાં ૨૧ કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનામાં પણ એજન્સી દ્વારા ઓલપાડ અને અન્ય વિસ્તારોમાં કરાયેલા કામોમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આ મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ સાથે તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો છે
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
