તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd January 2026
વિશ્વામિત્રી નદીના કાંઠે અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર
સ્થાનિક પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા :મામલો શંકાસ્પદ લાગતાં એફએસએલની ટીમને બોલાવાઈ

વડોદરા : વિશ્વામિત્રી નદીના કાંઠે અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. કોતરોની ઝાડીઓમાં છુપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. મામલો શંકાસ્પદ લાગતાં એફએસએલની ટીમને બોલાવાઈ હતી. મૃતક યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
