<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

કેમ્‍પસ ડાયરેકટર ડો. જુનારેની ઉપસ્‍થિતિમાં ફોરેન્‍સિક સાયકોલોજી દિવસની ઉજવણી સંપન્ન

 

રાજકોટઃ નેશનલ  ફોરેન્‍સિક સાયન્‍સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્‍કૂલ ઓફ બિહેવિયરલ ફોરેન્‍સિક્‍સ;  જેન્‍ડરરિ સોર્સ સેન્‍ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી ફોરેન્‍સિક સાઇકોલોજી દિવસની ઉજવણી તા.૨૧ જાન્‍યુઆરી, ૨૦૨૬ના રોજ નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સિસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. આ  કાર્યક્રમનું ઉદ્ધાટન ડો. એસ. ઓ. જુનારે કેમ્‍પસ ડાયરેક્‍ટર NFSU ગાંધીનગર દ્વારા કરવામાં આવ્‍યુંહતું. પ્રો. ક્રિヘયિન કૌનર્ટ, યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્‍સ, યુકે અને શ્રીમતી અમી પટેલ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર ઉપસ્‍થિત રહ્યા હતા.

ગુજરાત સરકારના સેતુ કાર્યક્રમ હેઠળ સાઉથ વેલ્‍સ યુનિવર્સિટીનું ‘રિસર્ચ એન્‍ડ ઇનોવેશન ગ્રૂપ ફોર ક્રિમિનોલોજી, પોલિસિંગ અને સિકયોરિટી' પણ આ આયોજન ઉત્‍સાહભેર જોડાયું હતું. આ કાર્યક્રમમાં પ્રિવેન્‍શન ઓફ હેરેસમેન્‍ટ એક્‍ટની જાગળતિ અને આધુનિક સમાજમાં  સંવેદનશીલતા પરચર્ચા કરવા માટે વિ વિધ વિષયોના નિષ્‍ણાતો દ્વારા વિદ્વત્તા પૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

ડો. એસ. ઓ. જુનારે, કેમ્‍પસડાયરેક્‍ટર, NFSU- ગાંધીનગર દ્વારા ક્રિમિનલ જસ્‍ટિસ સિસ્‍ટમમાં મનોવિજ્ઞાનની અનિવાર્ય ભૂમિકા અંગે વિસ્‍તળત સમજ આપી હતી. પ્રો. કિશિયન કૌનર્ટ અને પ્રો. (ડો.) આશા શ્રીવાસ્‍તવ, ડીન- સ્‍કૂલ ઓફ બિહેવિયરલ ફોરેન્‍સિક્‍સ દ્વારા કાર્યસ્‍થળ પર જાતીય સતામણી ન થાય તે માટે જાગળતિ રાખવા પર ભાર મૂકવામાં આવ્‍યો હતો. કાર્યક્રમના  ભાગરૂપે પ્રિવેન્‍શન ઓફ હેરેસમેન્‍ટ એક્‍ટ અને લિંગ સંવેદનશીલતા વિશે જાગળતિ ફેલાવવા માટે એક સુંદર સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું સ્‍કૂલ ઓફ બિહેવિયરલ ફોરેન્‍સિક્‍સના ડો. કે. કે. મિશ્રાએ આભાર વિધિ કરી હોવાનું સંસ્‍થા જણાવે છે.

(2:11 PM IST)