<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

પાલડીની પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને અમદાવાદ મનપા તંત્રએ સીલ કરી

કોલેજનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી પરીક્ષા પૂર્વે જ સીલ કરી દેવાઈ :મધ્યસત્ર કામગીરીથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થવાની સંભાવના

અમદાવાદ : સરકાર હસ્તગત પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને અમદાવાદ મનપા તંત્રએ સીલ કરી.  પાલડીની પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને AMC એ સીલ કરી છે. કોલેજનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી પરીક્ષા પૂર્વે જ સીલ કરી દેવાઈ છે. મધ્યસત્ર કામગીરીથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થવાની સંભાવના છે. યુનિવર્સિટી હોલ ટિકિટ વહેચણી ચાલી રહી છે, ત્યારે જ કોલેજ સીલ થતા વિદ્યાર્થીઓ અટવાયા છે. અધ્યાપક મંડળે શૈક્ષણિક સંસ્થાનું સીલ ખોલવા રજૂઆત કરી છે. વિદ્યાર્થીઓના હિતમાં સીલ ખોલવા એએમસી સમક્ષ માંગ કરાઈ છે. ત્રણ વર્ષથી સરકારી વહીવટદાર હોવા છતાં પ્રોપર્ટી ટેક્સ બાકી રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે

(7:23 PM IST)