હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાગબારા પોલીસે સેલંબા ગામની ગુમ થયેલ યુવતીને ગણતરીના દિવસોમાં શોધી પરિવાર સાથે મિલન કરાવ્યુ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ ખોવાયેલ/ગુમ થયેલ સ્ત્રી/પુરૂષ/બાળકોને શોધી કાઢી પરિવારના સભ્યોને પરત સોપવાની પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અનુસંધાને આર.બી.દેવધા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવિઝન રાજપીપલા નાઓના માર્ગદર્શન હેઠળ જે.એમ. લટા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા પો.સ્ટે. નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અ.હે.કો.ખુમાનસીંગ દામજીભાઇ બ.નં.૮૧૯ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે ગુમ થનાર યુવતી ગઇ તા.૧૬/૦૧/૨૦૨૬ ના કલાક ૧૩/૩૦ વાગે મોજે સાગબારા ચાર રસ્તા ઉપરથી ઘરના સભ્યોને જાણ કર્યા વગર કયાક જતા રહી ગુમ થયેલ હોય જેને સાગબારા પોલીસ સ્ટાફે સંવેદનશીલતા દાખવી, ટેકનીકલ અને હ્યુમનસોર્સ આધારે સુરત ખાતેથી શોધી કાઢી, માનવીય અભિગમ દાખવી ખોવાયેલ યુવતીને તેના પરિવાર સાથે પુન:મિલન કરાવી “ પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે.” તે સુત્રને સાગબારા પોલીસે સાર્થક કર્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
