હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપળા ખાતે ઉદ્યોગ સાહસિકતા તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો.

( ભરત શાહ દ્વારા )નર્મદા :શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપળા ખાતે એન્ટરપ્રિન્યોરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા,(EDII) ગાંધીનગર દ્વારા ઉદ્યોગસાહસિકતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમના છેલ્લા દિવસે તેનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગવર્મેન્ટ આર્ટસ કોલેજ, ડેડીયાપાડા ના પ્રિન્સિપાલ ડો. અનિલાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના આચાર્ય વિભાગ એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા પોતાના ઉદબોધનમાં હાલના બદલાતા સમયમાં કોઈ નવું સાહસ કરીને ઉદ્યોગ શરૂ કરવાની, તથા નવો ઉદ્યોગ સાહસ ઊભો કરવા માટે સરકાર દ્વારા ઘણી બધી સહાયો આપવામાં આવે છે તેની માહિતી આપી હતી. તાલીમમાં સહભાગી વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો કહ્યા હતા. પ્રથમ દિવસથી છેલ્લા પાંચમાં દિવસ સુધી જેઓ વિદ્યાર્થીઓ સાથે રહ્યા, તેમને કોઈ મૂંઝવતા પ્રશ્નો દૂર કર્યા તેવા પ્રોગ્રામ ઓફિસર આરીફ ભાઈએ આ તાલીમમાં કઈ કઈ વસ્તુઓ શીખવવામાં આવી, કયા રિસોર્સ પર્સને કયા ટોપિક વિશે માહિતી આપી તેનો સારાંશ આપ્યો હતો.
કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકતા તાલીમના ગુજરાત રાજ્યના પ્રોગ્રામ મેનેજર હેતલભાઇ પાઠકે ખૂબ જ માર્ગદર્શનપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ નોડલ ઓફિસર પ્રા કિંજલબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજનો શૈક્ષણિક તથા વહીવટી સ્ટાફ, તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનુ સમાપન રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવ્યું હતું









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
