<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા નદીમાં પાણી છોડવા જિલ્લા સંત સેવા સમિતિના મહામંત્રી ની માંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જયંતી તથા મા નર્મદાના પ્રાગટ્ય દિવસ હોવાથી નર્મદા જિલ્લાના મહામંત્રી સદાનંદ મહારાજે નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ કરી છે તથા વહીવટી તંત્રને જણાવ્યું છે કે નર્મદા જયંતિ નો પાવન દિવસ હોવાથી લોકો સ્નાન અર્થે તથા ચૂંદડી ચઢાવવાનો આવતા હોય વગેરેને લઈ નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી. આ દિવસે નર્મદા નદી ના પૂજન તથા સ્નાનનો અનોખુ મહત્વ રહેલું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદી માં પર્યાપ્ત પાણી છોડવામાં આવે તેવી લોક લાગણી વ્યક્ત કરી છે

(10:42 PM IST)