<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

રાજપીપળામાં પાનના ગલ્લાઓ ઉપર સિગારેટના MRP કરતા વધુ ભાવ વસુલતા હોવાની બૂમ : તપાસ જરૂરી

રાજપીપળા એસટી ડેપો, ઓવારા નજીક સહિતની જગ્યાઓ ઉપર શાળાના બાળકો ખાનગીરાહે સિગારેટ ફૂંકતા જોવા મળે છે

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પાનના ગલ્લાઓ સહિતની દુકાનો ઉપર છૂટક તેમજ પેકીંગમા વેચાતી સિગારેટના MRP કરતા વધુ ભાવ વસુલવામાં આવતા હોવાની બુમો ઉઠી રહી છે, ત્યારે MRP કરતા વધુ ભાવો વસૂલવા એ અપરાધની શ્રેણીમાં આવે છે અને એના માટે કાયદામાં દંડની જોગવાઈ છે આ બાબત જાણવા છતાં રાજપીપળા પંથકમા પાનના ગલ્લાઓ ઉપર બેરોકટોક સરકારે નક્કી કરેલા ભાવો કરતા મનસ્વી રીતે કેટલાક દુકાનદારો ભાવો વસૂલી રહ્યા છે તેવી કેટલાક લોકોએ ફરિયાદ કરી છે.
હાલ મા જાણવા મળ્યા મુજબ આગામી 1 ફેબ્રુઆરી થી આરોગ્ય સૂરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ.2025 લાગુ કરવા માટે જાહેરનામું બહાર પડ્યું છે જેને લઈ ને એવી વકી છે કે સિગારેટ અને પાન મસાલા મોંઘા થશે
પરંતુ કંપનીઓ ભાવ વધારે એ પહેલાજ પાન ના ગલ્લા વાળાઓ એ વધારે ભાવો વસૂલવા માંડયા હોવાનું લોકો મા ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આવા દુકાનદારો ને ત્યાં દરોડા પાડવા જરૂરી છે.
લબરમુછીયાઓ ને કાયદાના પાઠ ભણાવવા જરૂરી
રાજપીપળા એસટી ડેપો, ઓવારા નજીક સહિતની જગ્યાઓ ઉપર શાળાના બાળકો ખાનગી રાહે સિગારેટ ફૂંકતા જોવા મળે છે ત્યારે આવા કેટલાક લબરમુછીયાઓને કાયદાના પાઠ ભણાવવા જરૂરી જણાય છે.

(10:44 PM IST)