<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

અમદાવાદમાં પાલતુ બિલાડીનું રજિસ્‍ટ્રેશન-કૂતરાની રસી ફરજિયાત બનશે

પાલતુ કૂતરાના માલિકોએ જીવ ગુમાવ્‍યો હોવાની તાજેતરની ઘટનાને ધ્‍યાનમાં રાખીને પ્રસ્‍તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે

અમદાવાદઃ શહેરમાં હડકવાના કારણે પાલતુ કૂતરાના બે માલિકોના કરૂણ મોતથી ફરીથી પ્રાણીઓની સુરક્ષા અને જાહેર આરોગ્‍ય અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. જેના પ્રતિસાદરૂપે, અમદાવાદ-મ્‍યુનિસિપલ કોર્પોરેશન પાલતુ કૂતરાના માલિકો માટે એન્‍ટી રેબીઝ રસીકરણ ફરજિયાત બનાવવાનો પ્રસ્‍તાવ તૈયાર કરી રહ્યું છે. આ ઉપરાંત શહેરમાંપ બાલતુ બિલાડીઓનું રજિસ્‍ટ્રેશન પણ ફરજિયાત કરવાનું વિચારી રહ્યું છે. સૂત્રોએ કહ્યું કે, થોડા દિવસમાં સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ આ પ્રસ્‍તાવ મૂકવામાં આવશે.

સૂત્રો મુજબ, લોકો હવે માત્ર કૂતરા જ નહીં પરંતુ વિવિધ જાતિની બિલાડીઓ પણ પાળે છે. બિલાડીઓમાં પણ હડકવા હોઈ શકે છે. પાલતુ કૂતરાના માલિકોએ જીવ ગુમાવ્‍યો હોવાની તાજેતરની ઘટનાને ધ્‍યાનમાં રાખીને પ્રસ્‍તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં પાલતુ કૂતરાના માલિકો માટે એન્‍ટી રેબીઝ રસીકરણ ફરજિયાત રહેશે. બિલાડીઓની નોંધણી પણ ફરજિયાત કરવામાં આવી શકે છે.

 હડકવા નિવારણ પર નવેસરથી ધ્‍યાન કેન્‍દ્રિત કરવાનું કારણ ગાંધીનગરની એક જાણીતી શાળા સાથે સંકળાયેલી મહિલાનું મૃત્‍યુ છે, જે નિવૃત્ત ત્‍ખ્‍લ્‍ અધિકારીની પરિણીત પુત્રી હતી. શાળાના સ્‍ટાફ મેમ્‍બરના કૂતરા સાથે રમતી વખતે તેને કૂતરાએ બચકું ભર્યું હતું. તેની પાસે ઘરે પણ પાલતુ કૂતરો હોવાથી, તેણે આ ઘટનાને સામાન્‍ય માનીને રસી લીધી ન હતી, જે પાછળથી જીવલેણ સાબિત થઈ હતી. આ અગાઉ, સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ માં, અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં તૈનાત પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વનરાજ મંજરીયાનું તેમના જ પાલતુ કૂતરાના પંજાથી થયેલા ઉઝરડા બાદ ગંભીર ચેપ લાગતા મૃત્‍યુ થયું હતું.

આ ઉપરાંત, શહેરના વિવિધ ભાગોમાં પાલતુ કૂતરાઓ દ્વારા લોકો પર હુમલો કરવાની ત્રણ ગંભીર ઘટનાઓએ પણ ચિતામાં વધારો કર્યો છે. દરમિયાન, AMC એ પાલતુ કૂતરાઓની નોંધણી માટેની સમયમર્યાદા લંબાવી છે, પરંતુ હવે માલિકોએ નોંધણી ફી તરીકે રૂા.૨,૦૦૦ ચૂકવવા પડશે.

શહેરમાં અત્‍યાર સુધીમાં ૧૬૭૨૬ માલિકોએ સત્તાવાર રીતે ૧૯૦૨૯ પાલતુ કૂતરાઓની નોંધણી કરાવી છે. જેમાં વેસ્‍ટ ઝોનમાં ૪૮૦૮ કૂતરાઓની નોંધણી થઈ છે. જેમાં મુખ્‍યત્‍વે જર્મન શેફર્ડ, લેબ્રાડોર અને સાઇબેરીયન હસ્‍કી છે. જ્‍યારે નોર્થ વેસ્‍ટ ઝોનમાં ૩૯૦૫ કૂતરાઓનું રજિસ્‍ટ્રેશન થયું છે. જેમાં પોમેરેનિયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર અને ગોલ્‍ડન રીટ્રીવરની સંખ્‍યા વધારે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે હડકવા ૧૦૦ ટકા અટકાવી શકાય તેવો છે, પરંતુ એકવાર લક્ષણો દેખાય પછી તે ૧૦૦ ટકા જીવલેણ છે. પાલતુ પ્રાણીઓ દ્વારા કરવામાં આવેલા સામાન્‍ય બચકાં કે ઉઝરડાને પણ ક્‍યારેય અવગણવા જોઈએ નહીં.

(9:50 AM IST)