News of Saturday, 24th January 2026
રાજ્યમાં ઠંડા પવનોએ ટાઈઢ વધારી : નલીયામાં એક જ દિવસમાં પારો 5.3 ડિગ્રી ગગડ્યો
ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાએ રાજ્યના લઘુતમ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો કર્યો : ડીસામાં 8.4, રાજકોટમાં 9.5, ભૂજમાં 9.8, પોરબંદરમાં 10.2 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી નોંધાયું

અમદાવાદ : ગુજરાતમાં શીતલહેરનો પ્રભાવો ફરીથી દેખાઈ રહ્યો છે. રાજ્યભરમાં તાપમાનનો પારો ઘટી ગયો છે, જ્યારે ઠંડા પવન ફૂંકાતા લોકોએ કફ અને શીતલતાનો અનુભવ કર્યો છે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર જોવા મળી છે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો થયો હતો, નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે, જ્યાં એકજ દિવસમાં તાપમાન 5.3 ડિગ્રી ઘટ્યું હતું અન્ય શહેરોમાં ડીસામાં 8.4, રાજકોટમાં 9.5, ભૂજમાં 9.8, પોરબંદરમાં 10.2 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી નોંધાયું હતું અમદાવાદમાં તાપમાન 12.5 ડિગ્રી સુધી ઘટી ગયું છે, જેના કારણે ઠંડીનો કડાકો મહેસૂસ કરવામાં આવી રહ્યો છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
