હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 24th January 2026
વડોદરાના કરજણ વિસ્તારમાં મહાકાય મગરને લાકડીથી ક્રૂરતાપૂર્વક મારવાનો વીડિયો વાયરલ: વન વિભાગે બે આરોપીઓને ઝડપ્યા
કરજણ રેન્જના કણભા ગામ પાસે તળાવમાંથી મૃત હાલતમાં મહાકાય મગર મળ્યો હતો: બેરહેમીથી માર્યા બાદ તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો

વડોદરાના કરજણ વિસ્તારમાં મગરને બેરહેમીથી માર મારવાની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ વન વિભાગના સકંજામાં આવી ગયા છે. મગરને લાકડીથી ક્રૂરતાપૂર્વક મારવાનો વીડિયો વાયરલ થતા કરજણ વન વિભાગે તેનો આધાર લઈને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન લાકડીથી મગરને માર મારનારા બે શખ્સોની ઓળખ કરી તેમને ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને કરજણ સબજેલમાં મોકલવામાં આવ્યા છે
કરજણ રેન્જના કણભા ગામ પાસે તળાવમાંથી મૃત હાલતમાં મહાકાય મગર મળ્યો હતો, જેને બેરહેમીથી માર્યા બાદ તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
