<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

અમદાવાદના વાસણા વિસ્તારમાં ભરચક રસ્તા પર કાર પર હુમલો : હુમલાખોરોએ થારના કાચ તોડી નાખતા રસ્તા પર ભારે ટ્રાફિક જામ

સફેદ રંગની કારમાં આવેલા યુવકોએ રસ્તા વચ્ચે કારને અટકાવી બ્લેક થાર પર તોફાની હુમલો કર્યો

અમદાવાદના વાસણા વિસ્તારમાં ભરચક રસ્તા પર કાર પર હુમલાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. સફેદ રંગની કારમાં આવેલા યુવકોએ રસ્તા વચ્ચે કારને અટકાવી બ્લેક થાર પર તોફાની હુમલો કર્યો હતો. હુમલાખોરોએ થારના કાચ તોડી નાખતા રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં રસ્તા પર કાર રોકી ખુલ્લેઆમ હુમલો કરાતો દેખાઈ રહ્યો છે. હાલ પોલીસએ હુમલાનું કારણ અને હુમલાખોરોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.

(1:30 PM IST)