તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
ભારત ન્યૂઝીલેન્ડ t20 મેચ પર ઓનલાઇન માસ્ટર આઇડી થી સટો રમતા બે ખેલીઓને પકડતી અમરોલી પોલીસ
પકડાયેલા બંને યુવકનું મોબાઈલ માંથી મળેલા ડેટા ના આધારે પૈસાની આપ લેતી કરતો વિશાલ નામના યુવકને વોન્ટેડ બતાવ્યો

સુરત શહેરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી ક્રિકેટ ટી 20 પર ઓનલાઇન બેટિંગ એપ દ્વારા સટ્ટો રમડતા માસ્તર આઇડી સહિત બે જણને અમરોલી પોલીસે બાતમી આધારે ઝડપી પાડ્યા છે જ્યારે પૈસાની ઉઘરાણી કરનાર વિશાલ નામના યુવકને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો
છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં અલગ અલગ રમતગમત પર ઓનલાઇન એપ દ્વારા સટ્ટો રમાડવામાં આવતું હોય છે હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે t20 ક્રિકેટ ટુર્નામેન્ટ હાલમાં રમાઈ રહી છે ત્યારે અમરોલી અંજલી ઇન્ડસ્ટ્રીયલ વિભાગ આઠમાં પ્લોટ નંબર 19 થી 23 વચ્ચે શૈલેષભાઈ ઉફે કપિલ રાઘવભાઈ માલવીયા ઉંમર 45 રહે 504 રિવેરા હાઈટ લજાંમણી ચોક પાસે મોટા વરાછા, માસ્ટર આઇડી થી ક્રિકેટ મેચ પર અન્યોને આઈડી આપીને મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો આ બાબતની જાણકારી અમરોલી પોલીસ મળી હતી
ઉપરોક્ત જાણકારીના આધારે અમરોલી પોલીસે ગત સાંજે અંજલિ ઇન્ડસ્ટ્રીયલ વિભાગ આઠમાં દરોડો પાડ્યો હતો શૈલેષભાઈ માલવિયા ની માસ્ટર આઇડીથી બીજાને આપેલી વિપુલ મનજીભાઈ ગઢીયા (ઉંમર 48)( રહે કતારગામ) સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે દરોડો દરમિયાન મોબાઇલમાં એપ્લિકેશન એપ દ્વારા મેચ પર સટો રમતા હોવાના સ્ક્રીનશોટ સાથે બે મોબાઈલ ફોન અને રોકડા 20,000 મળી ખુલ્લે રૂપિયા 50,000 નો મુદ્દા માલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે જ્યારે શૈલેષ માલવીયા પાસેથી પૈસાની લેતી દેતી કરતા વિશાલ નામના યુવકને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે પોલીસે મેચ પર સટ્ટો માસ્ટર આઈડી સટ્ટો રમતા શૈલેષ અને વિપુલ ગડીયાના મોબાઈલથી અન્ય ડેટાઓ મળે તેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે આ બનાવ સંદર્ભે અમરોલી પોલીસે જુગાર ધારા હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
