<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

દેવઘ ગામની આદિવાસી વસાવાની સાડા ચાર વીઘા પર જમીન પર કબજો કરનાર રબારીઓ વિરુદ્ધ લેન્ડ ગેબીન ગુનો નોંધાયો

દસ વર્ષ પહેલાં જમીન માલિકની પરવાનગી વગર અને વ્યક્તિને જમીન ભાડે આપી અને કબજો કરનાર મક્ષી ભાઈ રબારી, બાબરભાઈ રબારી અને મીનાબેન રબારી વિરુદ્ધ આખરે કલેકટરે લેન્ડગ્રેબીનનો ગુનો નોંધાયો પોલીસે મક્ષીભાઇ રબારીને ડીટેઇન કર્યા

સુરત શહેરના ચોર્યાસી તાલુકામાં આવેલી દેવઘ ગામે સાડા ચાર વીઘામાં મોકા ની જગ્યા પર આદિવાસી ની ભાડા પર લઈ 10 વર્ષ પહેલાં કબજો કરીને મૂળ માલિકની જમીન પચાવી પાડવાની ઘટનામાં  ગોડાદરા પોલીસ મથકે લેન ગ્રેબીન ના ગુના હેઠળ એક મહિલા સહિત ત્રણ જણની ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ગોડાદરા મક્ષી ભાઈ ભગવાનભાઈ રબારીની ડીટેઇલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

   પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં નજીક આવેલી ચોર્યાસી તાલુકાના દેવધ ગામે પ્લોટ નંબર 48 સર્વે નંબર 37 ખાતા નંબર 484 જેની સાડા ચાર વીઘા જમીન માલીકાના હક મહેશભાઈ બુધિયાભાઈ વસાવા ઉમર 51 ધંધો ખેતીવાડી હાલર ધોરણ પારડી ,પારડી ફળિયુ કામરેજ પાસે હતો તેમની જગ્યા પર મક્ષી ભાઈ ભગવાનભાઈ રબારી તથા બાબરભાઈ મોહનભાઈ રબારી મેનાબેન મોહનભાઈ રબારી એ કબજો કર્યો હતો અને ત્યાર પછી તેમને મૂળ જમીન માલિક ની જાણ બહાર દસ વર્ષ પહેલાં અન્ય વ્યક્તિને ભાડાથી આપી દેવામાં આવી હતી જેમાં આદિવાસી ની જમીન 73 એ મુજબ બિન આદિજાતિ વ્યક્તિને આદિજાતિ મૂળ માલિકની સંમતિ વગર થતાં કોઈ પણ પરવાનગી વગર બિનઅધિકૃત રીતે કબજો કરેલો હોય છે

  ગેરકાયદેસર કબજા બાબતે મૂળ માલિકે સુરત શહેર કલેકટર  સૌરોભ પારઘી સમક્ષ લેન્ડ ગેબીન ફરિયાદ કરી હતી જેની તપાસમાં સમગ્ર ઘટના બહાર આવવા પામી હતી અને આ સંદર્ભે તાત્કાલિક આદિવાસી મહેશ વસાવા ના તરફદારીમાં પોલીસને લેન્ડગ્રેબીન હેઠળ ગુનો નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેના આધારે ગોડાદરા પોલીસે મહેશભાઈ વસાવા ની ફરિયાદના આધારે ગેરકાયદેસર કબજો કરનાર અને બીજા અન્ય વ્યક્તિને ભાડે આપનાર મક્ષી ભાઈ ભગવાનભાઈ રબારી બાબરભાઈ મોહનભાઈ રબારી મેનાબેન મોહનભાઈ રબારી વિરુદ્ધ લેન ગ્રેબીન ગુના હેઠર ફરિયાદ નોંધ આવી હતી અને સમગ્ર તપાસ એસીપી એસ સી તરડે સોપોમાં આવી હતી જેના આધારે આજે પોલીસે મક્ષીભાઈ ભગવાનભાઈ રબારી ને ડીટેઇન કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

(1:57 PM IST)