<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

ચોરીના મોબાઇલ સુરતથી ભારત બહાર સાઉથ આફ્રિકામાં વેચાણના નેટવર્કનો પર્દાફાશ

પોતાના સંતાનોની માંગણી સંતોષવા લોન, હપ્તેથી લઈ આપેલ મોબાઇલ ચોરીનું પગેરૂ શોધવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરેલ જવાબદારી પૂર્ણ કરી બતાવી જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયા ટીમના પોલીસ ઇન્સ્પેકટર જીતેન્દ્રગીરી ગૌસ્વામી અને સ્ટાફને એસીપી કિરણ મોદીના સંકલનમાં વધુ એક મોટી સફળતા

રાજકોટ તા. ૨૪:  સુરત સહિત સાઉથ ગુજરાતના ચોરીના મોબાઇલ સાઉથ આફ્રિકા મંગાવી અને ત્યાંજ વેચાણ કરવાના મોટા નેટવર્કનો પ્રદાફાશ સુરત ડીસીબી ( ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા કરી ૨ શખસોની મુદામાલ સાથે ધરપકડ કરતાં ખળભળાટ મચી ગયો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા ચલાવવામાં આવતા વિવિધ અભિયાનમાં સુરત શહેરમાં વણઉકેલ ગુન્હાઓ ઉકેલવાની વિશેષ જવાબદારી સુરત ક્રાઇમ બ્રાન્ચને જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ટીમના પોલીસ ઇન્સ્પેકટરોને એસીપી કિરણ મોદીના સંકલનમાં સુપ્રત કરવા જે નિર્ણય લીધો છે

તે નવા શિખરો સ્થાપિત કરી રહ્યો હોય તેના પોલીસ ઇન્સ્પેકટર જીતેન્દ્રગીરી ગૌસ્વામીની રાહબરી હેઠળની ટીમો પૈકીની ધાડ, લૂંટ,  ખૂનની  કોશિશ જેવા ગુનાઓના  આરોપીઓની પકડવા માટે કાર્યરત પોલીસ સ્ટાફની બાતમી આધારે આ સફળતા મળી છે.

સાઉથ આફ્રીકામાં રહેતો જકવાન સૈયદ નામનો ઇસમ સુરત શહેરના અલગ અલગ મોબાઇલ ચોરોના સંપર્કમાં રહી ચોરીના મોબાઇલ ખરીદી કરી પોતાના ભાઈ જુલકરનેન ગફાર સૈયદને આપી દેવા જણાવતો. થોડા મોબાઈલ ફોન ભેગા થયા બાદ જકવાન સૈયદ સાઉથ આફ્રીકામાં આવતા માણસોનો સંપર્ક કરી પોતાના ભાઈ પાસેથી મોબાઇલ ફોન લઇ સાઉથ આફ્રીક મંગાવતો. અગાઉ આવી રીતે   સુરત શહેર માંથી ચોરી થયેલ ત્રીશેક જેટલા મોબાઇલ ફોન સાઉથ આફ્રીકા ખાતે મોકલાવેલા હોવાનું જણાય આવેલ છે.

જે સંદર્ભે આ આખા નેટવર્કનો પર્દાફાશ ટીમ દ્વારા સિનિયર અધિકારીઓના માર્ગદર્શનમાં થયાનું પોલીસ ઇન્સ્પેકટર જીતેન્દ્રગીરી ગૌસ્વામીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

(2:57 PM IST)