તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
ભાવનગરના બગદાણા હુમલા પ્રકરણમાં અંતે સીટ દ્વારા જયરાજ માયાભાઈ આહીર ની ધરપકડ
બહુચર્ચિત પ્રકરણમાં મુખ્ય આરોપી ની ધરપકડ અંગે કોળી સમાજના ભારે દબાણ બાદ જયરાજ આહીર ને સમન્સ આપી બીજીવાર બોલાવ્યા બાદ ખુલતા ધરપકડ કરાઈ

બહુચર્ચિત ભાવનગરના બગદાણા ના કોળી યુવાન હુમલા પ્રકરણ માં અંતે આજે સીટ દ્વારા જયરાજ માયાભાઈ આહીર ની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર બચાવનાર બગદાણા ના કોળી યુવાન નવનીત બાલદીયા ઉપર થયેલ હુમલામાં પોલીસ મુખ્ય આરોપીને છાવરી રહી હોવાના આક્ષેપો બાદ આ બધા અંગે કોળી સમાજના ધારાસભ્યો, સાંસદો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. કોળી સમાજના આગેવાનોને ના પ્રેસર બાદ આ બનાવની તપાસ સીટ ને સોંપવામાં આવી હતી. આ બનાવ નો મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ આહીર હોવાની ભોગ બનનાર કોળી યુવાને પહેલે કહ્યું હતું પરંતુ ફરિયાદમાં પણ તેનું નામ લખવામાં આવ્યું ન હતું. આ બધા અંગે મુખ્ય આરોપીની ધરપકડ માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું. અંતે આજે સીટ દ્વારા આ બનાવ અંગે જયરાજ માયાભાઈ આહીર ની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગર જીલ્લાના બગદાણા પો.સ્ટે. ખાતે તા.૨૯/૧૨/૨૦૨૫ના રોજ ફરિયાદ થઈ હતી. શરૂઆતમાં બગદાણા પોલીસે ૮ આરોપીની ધરપકડ કરેલ હતી.
આ કેસની સંવેદનશિલતાને ધ્યાને લઇ 1.G.P. કચેરી દ્વારા તા.૫/૧/૨૦૨૬ના રોજ SIT ની રચના કરવામાં આવેલ.
SIT દ્વારા ૨૦ દિવસ જેટલા ટુંકા ગાળામાં સમગ્ર કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરી ૮ આરોપીઓના ૩ દિવસના પુનઃ રીમાન્ડ મેળવવામાં આવેલ.
આ રીમાન્ડ દરમ્યાન આરોપીઓની કડકાઇથી પુછપરછના અંતે SIT ને વધુ આરોપીઓ સંડોવાયેલ હોવાના પુરાવાઓ પ્રાપ્ત થતા વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જેમાં કાનાભાઇ ભીખાભાઇ કામળીયા,
સંજયભાઇ બેચરભાઇ ચાવડા, દિનેશભાઇ ઉર્ફે દાદુ લોમાભાઇ સોલંકી નો સમાવેશ થાય છે.આ આરોપીઓની વધુ પુછપરછ, મોબાઇલ લોકેશન તથા અન્ય ટેકનિકલ્સ ડીટેલ્સને ધ્યાને લેવામાં આવેલ તા.૧૯/૧/૨૦૨૬ ના ફરીયાદી નવનીતભાઇ બાલધીયાનું વિશેષ નિવેદન લેવામાં આવેલ. તેમના નિવેદન બાદ અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદનોની ચકાસણી કરતા જયરાજ આહીરની આ ઘટનામાં પુછપરછ જરૂરી લાગતા તા.૨૧/૧/૨૦૨૬ના રોજ નિવેદન નોંધવા બોલાવવામાં આવેલ.
સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ દરમ્યાન ત્યારબાદ આ હુમલામાં ભાગ ભજવનાર વધુ ૨ આરોપી ઉત્તમભાઇ ભરતભાઇ બાંભણીયા, અજયભાઇ ઉર્ફે મોટો મનજીભાઇ ભાલીયા ની ધરપકડ કરવામાં આવેલ.
આ કેસની તલસ્પર્શી તપાસ આગળ વધારતા SIT એ પ્રાપ્ત કરેલ અન્ય વધુ પુરાવાઓ, સાંયોગીક નિવેદનો, આરોપીઓના એકબીજા સાથેના મોબાઇલ સંપર્કો, તેમના લોકેશન્સ તથા અન્ય ડીટેલ્સની ઉચ્ચ કક્ષાએ સઘન મુલવણી કરવામાં આવતા જયરાજ આહિરની સંડોવણીના પુરતા પુરાવાઓ પ્રાપ્ત થતા તેને SIT સમક્ષ અન્ય ખુલાસાઓ અર્થે બોલાવામાં આવેલ, તેની આજની પુછપરછમાં તે આ હુમલાની ઘટનામાં સંડોવાયેલ હોવાના પુરતા પુરાવાઓને ધ્યાને લઈ, સઘન મુલવણી કરી આજરોજ જયરાજ આહિરની આ ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે.
હુમલાનો ભોગ બનનાર યુવાને શરૂઆતથી જ જયરાજ આહીર નું નામ આપ્યું હતું
ચર્ચાસ્પદ બનેલા બગદાણા પ્રકરણમાં પોલીસે કુલ ૧૪ આરોપીઓની ધરપકડ કરી છે. ભોગ બનનાર યુવાને પહેલેથી જ જયરાજ આહીર મુખ્ય આરોપી હોવાનું જણાયું હતું પરંતુ ફરિયાદમાં આઠ આરોપીના નામ આપ્યા હતા તેમાં જયરાજનું નામ ન હતું. કોળી સમાજના ભારે દબાણ બાદ પોલીસે છેલ્લે જયરાજ આહિરની ચંડોવણી ખુલતા તેની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે જયરાજ આહિર જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના પુત્ર છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
